GSTV
Bollywood Entertainment Trending

સલમાન ખાનની મુશ્કેલીઓ વધી, અજાણતામાં કરી બેઠો આટલી મોટી ભૂલ!

dabangg 3

સુપર સ્ટાર સલમાન ખાનની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડીનું શૂટિંગ શરૂ થયું ત્યારથી વિવાદના કેન્દ્રમાં આવી ગઇ હતી. લેટેસ્ટ સમાચાર મુજબ ફિલ્મનું શૂટિંગ અટકી પડે એવી શક્યતા સર્જાઇ હતી.વાત એવી બની કે આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશના મહેશ્વર વિસ્તારમાં ચાલી રહ્યું છે જ્યાં કેટલાંક પ્રાચીન ઐતિહાસિક અને ધાર્મિક અવશેષો આવેલાં છે.

પહેલાં એવો આક્ષેપ થયેલો કે સલમાને શિવલિંગનું અપમાન કર્યું. સલમાને એવું કશું કર્યાનો ઇનકાર કર્યો અને એ વિવાદ પૂરેપૂરો શમી જાય ત્યાં એવી વાત આવી કે શૂટિંગ દરમિયાન કેટલીક પ્રાચીન મૂર્તિએા ખંડિત થઇ હતી.

આ મુદ્દે હોબાળો થતાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સલમાન ખાનને દબંગ થ્રીના નિર્માતા તરીકે નોટિસ આપી હતી કે આ બાબતમાં તમારે શો ખુલાસો કરવાનો છે ? તમારું શૂટિંગ કેમ અટકાવી ન દેવું એનો જવાબ આપો. 

આમ દબંગ થ્રીનું શૂટિંગ શરૂ થયાના માત્ર ચાર દિવસમાં બે વિવાદ સર્જાઇ ગયા હતા. એમાંય હાલ સંસદીય ચૂંટણીના દિવસો છે એટલે દરેક રાજકીય પક્ષ અને સંબંધિત સંસ્થાઓ આવા મુદ્દાને ચગાવીને એનો લાભ લેવા મથતી હોય છે.

Read Also

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV