GSTV
Home » News » સલમાનખાનનો જામીનનો ફેંસલો ટળ્યો : જાણો હવે ક્યારે મળશે જામીન

સલમાનખાનનો જામીનનો ફેંસલો ટળ્યો : જાણો હવે ક્યારે મળશે જામીન

સલમાન ખાનની જામીન અરજી પર બપોરના બે વાગ્યા બાદ ચૂકાદો આવી શકે છે. જોધપુરની કોર્ટના જજ આર કે જોશીએ સૂનાવણી શરૂ કરી હતી. આમ તો તેમની બદલી થઇ ચૂકી છે પરંતુ રીલિવ થતા પહેલા તેઓ જામીન અરજી પર ચૂકાદો આપી શકે છે. આજે જજે બંને વકીલોની પ્રારંભિક દલીલો સાંભળી હતી. જેમાં સરકારી વકિલે સલમાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તો સલમાને જામીન માટેની તમામ શરતો માની હતી.

મહત્વનું છે કે જે જજ જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા છે તેમની પ્રમોશન સાથે બદલી થઇ છે. રાજસ્થાનમાં સાગમટે થયેલી ૮૭ જજોની બદલીમાં સલમાનના જામીનની સૂનાવણી કરી રહેલા આર કે જોશીની પણ બદલી કરાઇ છે. આર કે જોશીની સિરોહી બદલી કરાઇ છે. જયારે કે તેમના સ્થાને જજ ચંદ્રકુમાર સોંગરાની બદલી કરાઇ છે. મહત્વનુ છે કે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વરસની સજા કરવામાં આવી છે.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

આ સજા બાદ સલમાને જામીન અરજી કરી હતી. જેમાં શુક્રવારે દલીલો બાદ કોર્ટે આજ પર ચુકાદો અનામત રાખ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે મોડી રાતે જામીન અરજી પર સૂનાવણી કરનારા જજ સહિત રાજસ્થાનમાં ૮૭ જજોની બદલી કરી દેવાઇ છે. જો કે આજે જો સૂનાવણી ટળે છે તો સલમાનને વધુ બે રાત જેલમાં વીતાવવી પડી શકે તેમ છે. બાદમાં સોમવારે કોર્ટ ખુલતા જામીન પર સૂનાવણી શક્ય બની શકે છે.

Related posts

નરસંહારનાં પીડિતોને મળ્યા મુખ્યમંત્રી, સપા અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓની થઈ ધરપકડ

Mansi Patel

શીલા દીક્ષિતનાં નિધનથી ભાવુક થયા રાહુલ ગાંધી, બોલ્યા- કોંગ્રેસને પ્રેમાળ દિકરીની ખોટ વર્તાશે

Riyaz Parmar

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીની જગ્યાએ આ ખેલાડીને મળી તક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!