GSTV
Home » News » હવે શાહરૂખ ખાનની ફિલ્મમાં જોવા મળશે સલમાનનો કેમિયો!

હવે શાહરૂખ ખાનની ફિલ્મમાં જોવા મળશે સલમાનનો કેમિયો!

સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ શાહરૂખ ખાનના ફેન્સ માટે પણ ખાસ હતી કેમકે આ ફિલ્મમાં શાહરૂખ કેમિયો રોલ પ્લે કરતો જોવા મળ્યો હતો. સૂત્રોનુસાર, આ ખાન જોડી ફરી એક વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો રોલ કરતો જોવા મળશે.

ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ માં શાહરૂખ ખાન જાદૂગર ગોગો પાશાના કેરેક્ટરમાં જોવા મળ્યો હતો, જે ફેન્સને થિયેટર સુધી લાવવા માટે ખૂબ હતુ. ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ બૉક્સ ઑફિસ પર ભલે કમાલ ના કરી શકી પરંતુ સલમાન અને શાહરૂખને જોઇને ઓડિયન્સ ખુશ થઇ ગઇ હતી. આ ફિલ્મમાં શાહરૂખના રોલ વિશે વાત કરતા સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, ”આ રોલ માટે શાહરૂખ એક ફોન કૉલમાં માની ગયો હતો.”

સૂત્રોનુસાર, આ ફિલ્મ પછી શાહરૂખ ખાને સલમાનને પોતાની અપકમિંગ ફિલ્મમાં કેમિયો કરવા માટે એપ્રોચ કર્યો છે. તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાને આ વાતની કન્ફર્મ કરતા કહ્યુ કે, ”આનંદ એલ.રાયની ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો જોવા મળી શકે છ. પરંતુ આ રોલ માટે હજુ સુધી મેં સલમાનને વાત નથી કરી, પણ સમય મળતા હું તેની સાથે વાત કરીશ.” શાહરૂખની આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ જોવા મળશે.

Related posts

આમિર ખાનની દિકરી ઈરા ખાને આ વ્યક્તિને પ્રપોઝ કર્યું, ફોટો થયો વાયરલ

Kaushik Bavishi

ભાગ્યશ્રી 50 વર્ષની ઉંમરે પણ ફેશન રેસમાં મોટી હિરોઇનોને આપે છે ટક્કર

GSTV Desk

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!