GSTV
Home » News » શું આજીવન અપરણિત જ રહેશે સલમાન ખાન? લગ્ન પહેલાં જ બનવા જઇ રહ્યો છે પિતા

શું આજીવન અપરણિત જ રહેશે સલમાન ખાન? લગ્ન પહેલાં જ બનવા જઇ રહ્યો છે પિતા

બોલીવુડના યંગ એક્ટર્સ જ્યાં લગ્નના બંધનમાં બંધાઇ રહ્યાં છે ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજીબલ બેચલર સલમાન ખાન 53 વર્ષની ઉંમરે પણ અપરણિત છે. ઘણાં વર્ષોથી મીડિયા અને ફેન્સ સલમાનને એક જ સવાલ પૂછી રહ્યાં છે કે ભાઇજાન લગ્ન ક્યારે કરશે? ગેલેક્સી એપાર્ટમેન્ટ ક્યારે સલમાનના લગ્નની રોશનીથી ચમકી ઉઠશે? સલમાનના લગ્ન કોઇ નેશનલ ટૉપિક સમાન છે.

આ વચ્ચે જ એક અહેવાલનને લઇને સલમાન ચર્ચામાં છે. હાલ તેને લગતી એક નવી ખબર આવી છે કે, તે સરોગસી દ્વારા પિતા બનવા માગે છે. સલમાનના નજીકના એક સૂત્રે જણાવ્યું છે કે, સલમાન સરોગસી દ્વારા પિતા બનવાની પ્લાનિંગ કરી રહ્યો છે. તેણે લગ્ન માટે હજી સુધી વિચાર કર્યો નથી. પરંતુ તેને બાળકો અતિ પ્રિય છે. જોકે ભારતમાં તેના માટે આ શક્ય નથી. કુંવારી વ્યક્તિ ભારતમાx સરોગસી દ્વારા માતા કે પિતા બની નથી શકતાa કે સલમાન વિશેની વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જાણવા મળ્યું નથી. 

સલમાનના પિતા બનવાની ખબર જાણીને તેના ફેન્સ ઘણાં ઉત્સાહિત છે. પરંતુ સરોગસીના ઓપ્શને સલમાન ખાનના લગ્ન પર પણ મોટો સવાલ ઉભો કરી દીધો છે. જો  ખબરને સાચી માનવામાં આવે તો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું હવે સલમાન લગ્ન નહી કરે? બાળક મેળવ્યા બાદ સલમાનને ઉંમરના આ પડવા પર લગ્ન કરવાની કોઇ જરૂરિયાત નથી. જો કે સલમાને ઘણાં નિવેદનોમાં જણાવ્યું છે કે તે શા માટે લગ્નથી દૂર ભાગે છે.

જોકે સલમાન માટે ભારતમાં સરોગસી દ્વારા પિતા બનવું શક્ય નથી. સંસદમાં સરોગસી માટે એક ખરડો પસાર થયો છે. જેમાં વ્યવસાયિક સરોગસી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નિઃસંતાન ભારતીય દંપતિઓની જરૂરિયાત માટે સરોગસીની મંજૂરી આપવામાં આવશે. સરોગસી હવે વ્યવસાય નહી પરંતુ પરોપકારનું સાધન રહેશે.

સંસદના સરોગસી બિલના અનુસાર એવા દંપતિઓને મંજુરી આપવામાં આવશે જેમાંથી એક અથવા બન્ને મા-પિતા બનવાને સક્ષમ ન હોય. અથવા તો કોઇ કારણસર તેમણે બાળક ન થયા હોય તેઓ જ સરોગસીની મદદ લઇ શકશે. આમાં અપવાદ તરીકે એવા યુગલને સામેલ કરવામાં આવ્યા છે જેમના બાળક માનસિક અથવા શારીરિક રૂપે સક્ષમ ન હોય અથવા તો ગંભીર બીમારીથી પીડાતા હોય.

આ પહેલા બોલીવૂડમાં શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, એકતા કપૂર અને તુષાર કપૂર સરોહસી દ્વારા પેરન્ટસ બની ચુક્યા છે. હવે સલમાન પણ આ રાહ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જાણવા મળ્યું નથી.

Read Also

Related posts

અમદાવાદનાં વસ્ત્રાલમાં RTOમાં ખોટી રીતે લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુ

Nilesh Jethva

‘મા’ કાર્ડની મજાક ઉડાવતી અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલો

Path Shah

અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!