GSTV
Home » News » શિકાર કર્યા બાદ સલમાને હથિયાર મુંબઇ પહોંચાડી દીધાં હતાં, આ રીતે થયો હતો ખુલાસો

શિકાર કર્યા બાદ સલમાને હથિયાર મુંબઇ પહોંચાડી દીધાં હતાં, આ રીતે થયો હતો ખુલાસો

સલમાન ખાને કાળિયાર કેસમાં બંને પક્ષો તરફથી તમામ દલીલો રજૂ કરવામાં આવી હતી. 1998ના આ કેસમાં સલમાન ખાન પર ચાર કેસ દાખલ થયાં હતાં. ગુરુવારે એક કેસની સુનાવણી કરતાં જજે સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી છે.

તપાસ દરમિયાન આ વાત સામે આવી છે કે સલમાને કથિત રૂપે જે હથિયારનો પ્રયોગ કર્યો હતો તેને પોતાના સહાયક દિનેશ ગાવરે દ્વારા મુંબઇ પહોંચાડી દીધાં હતાં.

જજે પોતાના ચુકાદામાં લખ્યું છે કે સલમાન ખાને ઘટના બાદ જપ્ત હથિયાર પોતાના સહાયક દિનેશ ગાવરે દ્વારા જોધપુરથી મુંબઇ મોકલી આપ્યાં હતાં. દિનેશ ગાવરે ઘટના સમયે જોધપુર આવ્યો હતો. તે હોટલ બેનીવાલમાં રોકાયો હકો. તેનો પુરાવો પણ છે. દિનેશ ગાવરેની ફ્લાઇટની ટિકિટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

હથિયારોની એફએસએસ પાસે કપાસ કરાવવામાં આવી તે વર્કીંગ અને ફાયર કરવાને યોગ્ય હતાં.

Related posts

3 હજાર સ્કૂટીનું ચાલાન કપાયું તો જુનિયર એન્જિનિયરે એવું ભેજુ દોડાવ્યું કે પોલીસ દોડતી થઇ ગઇ

Bansari

સુરતમાં કાયદાના ધજાગરા, પીએસઆઈએ જાહેરમાં તલવારથી કાપી કેક

Nilesh Jethva

પત્નીને જુગારમાં હારી ગયો પતિ, 4 મિત્રોએ કપડાં ફાડી નાંખ્યા અને પછી….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!