GSTV
Home » News » VIDEO: સલમાન ખાને બંદરને આપ્યુ પાણી, તો તેણે ગુસ્સામાં કર્યુ કંઈક આવુ

VIDEO: સલમાન ખાને બંદરને આપ્યુ પાણી, તો તેણે ગુસ્સામાં કર્યુ કંઈક આવુ

બૉલીવુડનાં બજરંગી ભાઈજાન હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. ક્યારેક પોતાનો વર્કઆઉટનો વીડિયો તો ક્યારે ભાણીયાઓ સાથે મસ્તી કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં સલમાનનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બંદરને પાણીની બોટલ આપવાના પ્રયાસ કરતાં દેખાઈ રહ્યા છે. તો સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં સલમાને બંદર તરફ પાણીની બોટલ આપી તો તેણે પાણીની બોટલને અડીને છોડી દીધી.

સલમાને બાદમાં બંદરને પાણીની બોટલ બતાવીને પાણી પીવા માટે કહ્યુ તો બંદર ગુસ્સે થઈ ગયો હતો. બાદમાં જ્યારે સલમાને બંદરને એક ગ્લાસમાં પાણી આપ્યુ તો બંદર પાણી પી ગયો હતો.

સલમાન અને બંદર વચ્ચે થયેલી આ મસ્તીનો વીડિયો સલમાને ઈન્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરતા લખ્યુ હતુ, અમારો બજરંગી ભાઈજાન પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતો નથી. તેમનો આ વીડિયો લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

હાલમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ દબંગ 3ને લઈને તૈયારીઓ કરી રહ્યા છે. દબંદ સિવાય સલમાન ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈંશાઅલ્લાહ અને સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કિકમાં પણ કામ કરી રહ્યો છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!