GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

Video: લૉકડાઉનના કારણે અહીં ફસાયો છે સલમાન ખાન, ત્રણ અઠવાડિયાથી દૂર છે પરિવારથી

video

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર Corona વાયરસના કારણે હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે. ઘણાં લોકો આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી ગયાં છે. ભારતમાં પણ  આ વાયરસ ઝડપથી પગ પસારો કરી રહ્યો છે. તેનાથી બચવા માટે સરકારે દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવ્યું છે. સાથે જ લોકોને ઘરમાં જ રહેવાની આપીલ કરી છે. ઘણાં એવા બોલીવુડ સ્ટાર્સ પણ છે જે પોતાના ફેન્સને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યાં છે. ત્યાં સલમાન ખાને એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લોકોને ઘરમાં પોતાને સુરક્ષિત રાખવાની અપીલ કરી છે. સાથે જ સલમાને જણાવ્યું કે તેણે ત્રણ અઠવાડિયાથી પોતાની પિતાને નથી જોયા.

સલમાને શેર કર્યો Video

સલમાન ખાને એક Video શેર કર્યો છે. તેમાં તેની સાથે તેનો ભત્રીજો અને સોહેલ ખાનના દિકરા નિર્વાણ ખાન પણ નજરે આવી રહ્યો છે. સલમાન ખાન કહે છે કે તે છેલ્લા 3 અઠવાડિયાથી પોતાના ફાર્મ હાઉસમાં ફસાયો છે. તેના પિતા ઘરે એકલા છે. તેણે 3 અઠવાડિયાથી પોતાના પિતાને નથી જોયા અને નિર્વાણને પણ પોતાના પિતાને જોયે 3 અઠવાડિયા થઇ ગયા છે. પરંતુ તેઓ Coronaના ડરથી બહાર નથી જઇ રહ્યાં. Videoમાં સલમાન અને નિર્વાણ લોકોને કહી રહ્યાં છે, ‘જો ડર ગયા, સો મર ગયા’. આ સમયે આ કહેવતને પોતાના જીવનમાં લાગુ કરવી યોગ્ય નથી, અમે બહાદુરીથી કહીએ છીએ કે અમે ડરી ગયાં છીએ.  સમયે ‘જો ડર ગયા, સમજો બચ ગયા ઔર દુસરો કો ભી બચાયા’

View this post on Instagram

Be Home n Be Safe @nirvankhan15

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ઘરમાં એકલા છે સલમાનના પિતા

વીડિયોમાં સલમાને કહ્યું કે આ સમયે Corona વાયરસથી ડરવુ યોગ્ય છે. લોકોનું ઘરમાં રહેવુ અથવા તો જ્યાં છે ત્યાં જ રોકાઇ જવુ તે પોતાના માટે અને અન્યોના હિતમાં છે. જણાવી દઇએ કે Coronaના કારણે જેવું ફિલ્મોની શુટિંગ બંધ કરવામાં આવ્યું સલમાન પોતાના પરિવાર સાથે પનવેલ ખાતેના ફાર્મ હાઉસ પહોંચી ગયો હતો. જનતા કર્ફ્યૂ દરમિયાન તેના પિતા સલીમ ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં નજરે આવ્યાં હતાં.

Read Also

Related posts

ટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા

Nilesh Jethva

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો

Pravin Makwana

કેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!