GSTV

સલમાને છતું કર્યું ટ્વીટનું રહસ્ય, જણાવ્યુ કોણ છે મિસ્ટ્રી ગર્લ

ગણતરીના કલાકો પહેલાં સલમાન ખાનના ટ્વિટથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. સલમાનના ફક્ત એક લાઇનના ટ્વીટથી તેના ફેન્સ વચ્ચે ખુશીઓનો માહોલ હતો. કોઇ જાણતુ ન હતું કે સલમાન કઇ યુવતીના વાત કરી રહ્યો છે પરંતુ હવે સલમાને જ આ રહસ્ય છતું કરી દીધું છે કે તે યુવતી કોણ છે .સલમાને જેના માટે ટ્વિટ કર્યું છે તેનું નામ વારિના છે.

સલમાનના ટ્વિટથી તેના ફેન્સને લાગી રહ્યું હતું કે ભાઇજાન ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે પરંતુ સલમાને આ વાતનો ખુલાસો કરી દીધો છે. સલમાને ટ્વીટ કર્યું કે તેણે પોતાના માટે નહી પરંતુ પોતાના જીજાજી માટે આ છોકરીને પસંદ કરી છે. સલમાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને સલમાન બોલિવુડમાં લોન્ચ કરવા જઇ રહ્યો છે. વારિના આયુષ શર્માની ફિલ્મમાં હિરોઇન તરીકે જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે આયુષ ‘લવરાત્રિ’નામની ફિલ્મથી બોલીવિડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે વારિના જોવા મલશે. આ ફિલ્મનું ડાયરેક્શન અભિરાજ મીનાવાલા કરશે.

ઉલ્લેખનીય છે કે સલમાન ઘણાં સમયથી પોતાના બનેવી આયુષ શર્માને બોલાવુડમાં લોન્ચ કરવાનો પ્રકયાસ કરી રહ્યો હતો અને આખરે તે લવરાત્રિ દ્વારા રૂપેરી પડદે આગમન કરવા જઇ રહ્યો છે.

Related posts

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!