GSTV
Home » News » ડૉ.ગુલાટીની સાથે ‘ટ્યૂબલાઇટ’નું પ્રમોશન કરતો જોવા મળશે સલમાન

ડૉ.ગુલાટીની સાથે ‘ટ્યૂબલાઇટ’નું પ્રમોશન કરતો જોવા મળશે સલમાન

બોલિવુડના દબંગ સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ના પ્રમોશનમાં બિઝી છે. ફિલ્મના પ્રમોશન માટે સલ્લુ ટૂંક સમયમાં સુનીલ ગ્રોવર અને તેની ટીમની સાથે બે કલાકનો એક શો શૂટ કરવા જઇ રહ્યો છે.

સૂત્રોનુસાર સલમાન ફિલ્મનું પ્રમોશન કરવા માટે સુનીલ ગ્રોવર, અલી અસગર, સુગંધા મિશ્રા અને તેની ટીમની સાથે શૂટ કરશે.

ફિલ્મથી જોડાયેલા એક સૂત્રોનુસાર, હાલમાં એક પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે જે જલ્દીથી ઑન-એર જશે. સુનીલ ગ્રોવર આ પ્રોમોમાં નહી જોવા મળે કારણ કે તે સમયે સુનીલ એક લાઇવ ઇવેન્ટ માટે ટ્રાવેલ કરી રહ્યો હતો. આ બે કલાકના સ્પેશિયલ એપિસોડમાં સુનીલની ટીમના દરેક કલાકારો શામેલ થશે તેવી આશા છે.

કપિલ શર્મા સાથે વિવાદ થયા બાદ  સુનીલ ગ્રોવર, ચંદન પ્રભાકર અને અલી અસગરે શો છોડી દીધો છે. એવામાં જો સલમાન, સુનીલ ગ્રોવરની ટીમની સાથે એપિસોડ શૂટ કરી રહ્યો છે તો કદાચ સલમાન ‘ધ કપિલ શર્મા શો’ નો ભાગ ના પણ બને. આ સ્પેશિયલ એપિસોડમાં સલમાન ખાનની સાથે ફિલ્મ ‘ટ્યબૂલાઇટ’ના બાકીના કલાકારો પણ હશે.

ઉલ્લેખનીય છે કે, સુનિલે ‘ધ કપિલ શર્મા શો’ જ્યારથી છોડ્યો છે ત્યારથી શોની TRP પર ખૂબ જ અસર પડી છે. એવામાં જોવાનું રહ્યુ કે સલમાન ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માની સાથે જોવા મળશે કે નહી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન

Kaushik Bavishi

કોહલીએ કહ્યું ભાઈ આ શર્ટ પર કેટલુ ડિસ્કાઉન્ટ, દુકાનદારે લગાવી ફટકાર જા ભાઈ ફ્રીમાં લઈ જા

Kaushik Bavishi

પાકિસ્તાનીએ પ્રિયંકા ચોપરા પર કરી ગંદી કમેન્ટ, ભારતીયોએ ઝાટકી નાખ્યો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!