GSTV

1…2…3…નહીં પણ 30-30 રોટલી ખાતો હતો સલમાન ખાન, મૈંને પ્યાર કિયાના સેટનો કર્યો ખુલાસો

Last Updated on July 8, 2019 by

બોલિવૂડનો ભાઈજાન ફિલ્મો ઉપરાંત તેની ફિટનેસ માટે પણ જાણીતો છે. તેણે ઘણા સ્ટાર્સને ટ્રેનિંગ આપી છે. 53 વર્ષનો થઈ ચૂકેલો સલમાન તેની ફિટનેને લઈ ઘણો સતેજ રહે છે. વર્કઆઉટ કરતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

પરંતુ એક સમય હતો જ્યારે સલમાન બહુ પાતળો હતો અને તે પોતાનું વજન વધારવા માટે 30-30 રોટી ખાઈ જતો હતો. સલમાને જ્યારે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું તો તે ઘણો સ્લિમ હતો. એક ઈન્ટરવ્યૂમાં સલમાને બતાવ્યું કે કરિયરની શરૂઆતમાં મારો સંઘર્ષ વજન વધારવા માટે હતો, કેમ કે ત્યારે હું બહુ પાતળો હતો.

ફિલ્મ પ્યાર કિયાના સેટ પર 30 રોટલી અને ઘણા કેળાં ખાઈ જતો હતો. અત્યારના સમયે સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ છે. હવે તો હું જમવાનું સૂંઘી લઉ તો પણ વજન વધી જાય છે. બહુ ધ્યાન રાખીને જમવું પડે છે. પહેલા તો કંઈ પણ જમું તો વજન વધતું નહોતું.

તેણે જણાવ્યું કે સુલતાન અને ભારતની વચ્ચે બહુ ઓછો સમય હતો જ્યારે વજન ઘટાડવાની અને વજન વધારવાની પ્રોસેસ કરી હતી અને તે દરમિયાન યંગ સ્ટાર અને ઓલ્ડ ભૂમિકા માટે લગભગ 15 કિલો વજન ઉપર નીચે કર્યું હતું. તાજેતરમાં સલમાન ખાને એક છોકરીનો વીડિયો એક ફેન્સ માટે વાયરલ પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં છોકરી ગીત ગાતી જોવા મળી હતી.

Read Also

Related posts

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari

Business Idea : આ ‘ઘાસ’ ની ખેતીથી દર વર્ષે થાય છે 4 લાખ સુધીની કમાણી, તમારા ખિસ્સામાંથી જશે માત્ર 20 હજાર રૂપિયા!

Vishvesh Dave

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!