GSTV
Home » News » પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશીગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશીગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

Priyanka salman

શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચેની બોલચાલ બંધ છે, તે સહુ જાણે છે. હવે સલમાન ખાને પણ પ્રિયંકા સાથે સંબંધ કાપી નાખવાનો નિર્ણય લીધો એવું લાગે છે. સલમાન પણ ભવિષ્યમાં પ્રિયંકા સાથે કામ નહીં કરે તેવું અભિનેતાની નારાજગીથી લાગી રહ્યું  છે. સલમાનની નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, પ્રિયંકાએ  ‘ભારત છોડી દીધી ત્યારથી સલમાને તેની સાથે નાતો તોડી નાખ્યો છે. 

” અમે નથી જાણતા કે પ્રિયંકા ચોપરાએ ‘ભારત’ શા માટે છોડી દીધી. તેણે જ આ રોલ આપવાની અમને વિનંતી કરી હતી. પરંતુ સલમાન માટે હવે બસ થયું, તેણે તેની સાથેનો તમામ પ્રકારનો સંબંધ તોડી નાખ્યો છે. ટોચના કલાકારોના એકબીજા સાથે આટલી હદે સંબંધ બગડે એ બહુ જ ચિંતાજનક અને દુઃખદાયક  છે,” તેમ સલમાન નજીકના એક સૂત્રે જણાવ્યું હતુ.

પ્રિયંકાએ સલમાન સાથે પહેલી વખત ગેરવર્તણૂક નથી કરી, આ પહેલાં પણ તેણે યોગ્ય વર્તન કર્યું નથી. પરંતુ આ વખતે તો સલમાને હવે નિર્ણય લઇ લીધો છે કે, તે પ્રિયંકા સાથે કોઇ પણ સંબંધ રાખવા માંગતો નથી. 

સલમાન હાલ કેટરિના સાથે ફિલ્મ ‘ભારત’નું પ્રમોશન કરી રહ્યો છે. ત્યારે તે દરેક પ્રેસ કોન્ફરન્સમાં કેટરિના કૈફના ભરપેટ વખાણ કરી રહ્યો છે. સલમાને તો એટલી હદે કહ્યું  છે કે, આ ફિલ્મ માટે કેટરિનાને નેશનલ એવોર્ડ મળવો જોઇએ. પ્રિયંકાએ  જે રીતે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી તેના કારણે આ પ્રોજેક્ટ પર મુસીબતો આવી પડેલી, જે કેટરિનાએ એક મિત્રતાના ભાવે ફિલ્મમાં કામ કરીને દૂર કરી.

Read Also

Related posts

’15 વર્ષની ઉંમરે પૈસા લઇને મારી માએ બળાત્કાર કરાવ્યો’ આ જાણીતી એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

સંજુ બાબા સાથે ફિલ્મમાં સાથે કામ કરી શકે છે ભારતનાં આ લોકપ્રિય ક્રિકેટર

pratik shah

લુણાવાડા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપમાંથી પ્રબળ દાવેદાર જે.પી. પટેલનો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!