GSTV
Home » News » ચુલબુલ પાંડે દબંગ 3ના નવા વીડિયોમાં છવાયો, પ્રભુદેવાએ કહી આ મહત્ત્વની વાત

ચુલબુલ પાંડે દબંગ 3ના નવા વીડિયોમાં છવાયો, પ્રભુદેવાએ કહી આ મહત્ત્વની વાત

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું પ્રમોશન જોર શોરથી ચાલી રહ્યું છે. ફિલ્મના ટ્રેલરના રિલીઝ બાદ તાજેતરમાં જ તેની આ ફિલ્મનું સોન્ગ રિલીઝ થયું છે અને હવે ફિલ્મના મેકર્સે એક બિહાઈન્ડ ધ સીન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન એટલે કે ચુલબુક પાંડેના ચાર્મ અને સ્વેગ જોવા મળે છે.

આ ફિલ્મના કેટલાક ભાગમાં ચુલબુલ પાંડે પણ જોવા મળે છે. ફિલ્મનો ડાયરેક્ટર પ્રભુદેવ આ વીડિયોમાં કહે છે કે, આ વખતે ચુલબુલ પાંડે પોતાની જ વાત કરે છે. તે કેવો છે? શું છે? પોતાના લોકોની વાતમાં, તેના સ્વભાવની જાણ. એ ઉપરાંત ફિલ્મની લીડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પણ સલમાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે.

તેણે કહ્યું તે વસ્તુને લાર્જન દેન લાઈફ બનાવી દે છે. આ બહુ જ પાવરફુલ અને પ્રભાવશાળી હોય છે. તેની સાથે કામ કરવું એક સુખદ અનુભવ છે. એવું પણ જાણવા મળ્યું છે કે મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે.

ટ્રેલરના કેટલાક સીન્સમાં તે સલમાન સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. સલમાનનો પણ અલગ-અલગ અવતાર ટ્રેલરમાં જોવા મળ્યો છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. એ ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ રાધે આ વર્ષે ઈદના પ્રસંગે રિલીઝ થશે. આ ફિલ્મ પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. સલમાનની ફિલ્મ રાધે ઈદ પર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ સાથે ટકરાશે.

Read Also

Related posts

કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી

Karan

લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….

pratik shah

પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!