GSTV
Home » News » શંઘાઇમાં ‘સુલ્તાન’ને મળ્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ

શંઘાઇમાં ‘સુલ્તાન’ને મળ્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ

શંઘાઇમાં થયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન યજરાજ ફિલ્મ્સની મેગા બ્લૉક બસ્ટર ‘સુલ્તાન’ને બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

આ કેટેગરીમાં જેકી ચેનની એક્શન મૂવી સિવાય વિશ્વભરની એક્શન ફિલ્મ્સમે નૉમિનેટ કરવામાં આવી હતી. પરંતુ ઑડિયન્સનો વૉટ અને જજીસ દ્વારા આપવામાં આવેલા નંબરના આધાર પર સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ સુલ્તાનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યુ કે, ”ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમને મળેલા આ પ્રેમ અને સન્માન માટે અમે ખૂબ જ ખુશ છીએ. એક્શન કેટેગરીમાં જેકી ચેન તરફથી મળેલા આ એવોર્ડને હું સુપર સ્પેશિયલ માનું છું. બાળપણથી જ મને અને મારા જેવા કેટલાય ભારતીય લોકોને જેકી ચેન પ્રેરણા આપનાર એક્ટર છે. ‘સુલ્તાન’ એક ઇન્ડિયન રેસલિં અને રૉ પાવર પર આધારિત ફિલ્મ છે. દુનિયાભરનાની એક્શન ફિલ્મ્સને અહીંયા નૉમિનેટ કરવામાં આવી હતી અને તે દરેક વચ્ચે સન્માન મળવું મોટી વાત કહેવાય.”

ટ્રેડ એનાલિસ્ટ અનુસાર ‘દંગલ’ પછી ‘બાહુબલી 2’ અને ‘સુલ્તાન’ પણ ચીનમાં બૉક્સ ઑફિસ પર રિલીઝ થનારી ભારતીય ફિલ્મ્સ હશે.

Related posts

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

ગોલ્ડન આઉટફીટમાં રણવીરને જોઈને ઉડ્યા હોશ, ટ્રોલર્સ બોલ્યા- ઈન્ડિયન લેડી ગાગા

pratik shah

ચમકી ગઇ આસીમ રિયાઝની કિસ્મત, શાહરૂખની લાડલી સુહાના સાથે આ ફિલ્મમાં કરશે રોમાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!