GSTV
Home » News » ભત્રીજાના બર્થ ડે પર સલમાને કર્યો સ્ટંટ, વીડિયો જોવા મળી તેમની મસ્તી

ભત્રીજાના બર્થ ડે પર સલમાને કર્યો સ્ટંટ, વીડિયો જોવા મળી તેમની મસ્તી

સોહેલ ખાને 16 જૂનના રોજ તેના પુત્ર યોહાનના બર્થ ડે પર એક શાનદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં આખો ખાન પરિવાર હાજર રહ્યો હતો. સલમાન ખાન, સોહેલ ખાન, સલીમ ખાન, હેલન, અરબાઝ ખાનનો દીકરો અરહાન પણ હાજર હતો.

એ ઉપરાંત ફેમિલી સાથે જોડાયેલી અમૃતા અરોરા અને ભારતના કોસ્ટાર સુનીલ ગ્રોવર પણ મહેમાન બન્યા હતા. અરમાન મલિક, શેરા, ડેઝી શાહે પણ પાર્ટીમાં હાજરી આપી હતી અને બીજા ઘણા ખાસ મહેમાનો પણ હતા.

આ પાર્ટીનો મજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સલમાન, સોહેલ અને તેનો દીકરો યોહાન બીન બેગ સાથે એક સ્ટંટ કરતો જોવા મળ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે તેમણે પાર્ટીમાં ખૂબ મસ્તી કરી હતી. વીડિયો ઉપરાંત યોહાનના બંને કાકા સલમાન અને અરબાઝ ચર્ચામાં રહ્યા હતા તે પોત-પોતાની ફેન્ડને લઈ પહોંચ્યા હતા. સલમાન યુલિયા સાથે એક ગાડીમાં ત્યાં પહોંચ્યા હતા.

અરબાઝ ખાન તેની ગર્લ ફેન્ડ ર્જોર્જિયાને લઈ પહોંચ્યો હતો. સલમાને પણ યુલિયા સાથેના સંબંધનો સ્વીકાર કર્યો નથી. પણ સલમાન દરેક જગ્યાએ ર્જોર્જિયાને લઈ જોવા મળે છે. તેમનો સંબંધ એક રીતે ઓફિશિયલ જોવા મળે છે. તેમના સંબંધને પરિવારનું ગ્રીન સિગ્નલ મળી ગયું લાગે છે. ત્યારે જ તે પરિવારમાં જોવા મળે છે.

ર્જોર્જિયા ખાન ફેમિલી સાથે બાબા સિદ્દીકીના ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી. અને તેનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. વીડિયોમાં અર્પિતા તેને દુપટ્ટો સરખો કરવાની સલાહ આપે છે તેવું જોવા મળ્યું હતું. તે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!