આ મજબૂરીના કારણે નાનકડા ફ્લેટમાં રહે છે સલમાન ખાન, પહેલીવાર થયો ખુલાસો

બોલીવુડના ભાઇજાન સલમાન ખાન હાલ પોતાની ફિલ્મ ભારતને લઇને ચર્ચામાં છે. સલમાન હાલ આ ફિલ્મનાં શુટિંગમાં વ્યસ્ત છે. તે જગજાહેર છે કે ફિલ્મો કરવા દરમિયાન પણ સલમાન ખાન માટે તેનો પરિવાર તેની પ્રાથમિકતા છે. ભાઇજાન ભલે ગમે તેટલા વ્યસ્ત હોય પરંતુ તે પોતાના પરિવારને સમય આપવાનું ચુકતાં નથી.

જ્યાં અમિતાભ બચ્ચનથી લઇને શાહરૂખ ખાન જેવા મોટા સ્ટાર્સ મોટા મોટા બંગલાઓમાં રહે છે ત્યાં સલમાન એક નાનકડા ફ્લેટમાં રહે છે. સૌકોઇ જાણે છે તેમ સલમાન ખાન તેના પરિવાર સાથે મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. આ અંગે સલમાનના પિતા સલીમ ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.

સલીમ ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, સલમાન માટે એક મોટો બંગલો ખરીદવો સરળ છે, પણ તે અમારી સાથે આ એપાર્ટમેન્ટમાં રહે છે. તેનું કારણ હું છું. સલમાન ઘણીવાર કહી ચૂક્યો છે કે આપણે એક બંગલો લઇએ. પરંતુ હું અહીં 1973માં આવ્યો હતો. હું બીજે જતો નથી એટલે સલમાન પણ અમારી સાથે અહીં રહે છે. સલીમ ખાને કહ્યું કે, અમે મોટા ઘરમાં જઇશું તો સલમાનને બહુ આરામ મળશે. તે મુશ્કેલથી આ એપાર્ટમેન્ટમાં રહે છે. જેના અડઘા ભાગમાં તેણે જિમ બનાવ્યું છે અને અડઘા ભાગમાં તેના સૂઝ-કપડાં અને પોતે રહે છે. તે મેનેજ કરે છે.


તેમણે કહ્યું કે, મેં શરુઆતમાં બહુ સંઘર્ષ કર્યો. પરંતુ ફિલ્મ ‘જંઝીર’ની રીલિઝ સમયે હું આ ઘરમાં આવ્યો ત્યારે મને બહુ જ સારું લાગ્યું. ત્યારે મેં વિચાર્યું હતું કે, આ મારું છેલ્લું ઘર હશે. ત્યારથી જ બસ અહીંયા વસ્યો છું.

જો વર્કફ્રન્ટની વાત કરીએ તો  સલમાન ખાન વર્ષ 2018થી સલમાન ખાનની ફિલ્મ ભારત ચર્ચામાં છે અને હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ફિલ્મમાં હવે એક સૉન્ગનુ શુટિંગ થવા જઇ રહ્યું છે જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફ નજરે પડશે. આ સૉન્ગમાં વેડિંગ સિકવન્સ દર્શાવવામાં આવશે. એક અહેવાલ અનુસાર સલમાન અને કેટરિના આ સૉન્ગ માટે વેડિંગ સીકવન્સ શૂટ કરશે. જો કે ફિલ્મમાં ઘણાં સૉન્ગ્સ છે પરંતુ જે સૉન્ગનું શુટ કરવામાં આવી રહ્યું છે તેમાં વેડિંગ સીકવન્સ છે અને તે બંને સ્ટાર્સ સાથે શૂટ થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter