GSTV
Home » News » આતિફ અસલમની વૉઇસમાં રિલીઝ થયુ ‘ટ્યૂબલાઇટ’નું ન્યૂ સોંગ, જોવા મળશે ઝૂ ઝૂની ઝલક

આતિફ અસલમની વૉઇસમાં રિલીઝ થયુ ‘ટ્યૂબલાઇટ’નું ન્યૂ સોંગ, જોવા મળશે ઝૂ ઝૂની ઝલક

બોલિવુડના એક્ટર સલમાન ખાન ટૂંક સમયમાં પોતાની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ને લઇ આવી રહ્યો છે. આ ફિલ્મમાં ચીની એક્ટ્રેસ ઝૂ ઝૂ પણ જોવા મળશે, જે પહેલી વખત બોલિવુડમાં આ ફિલ્મથી ડેબ્યુ કરવા જઇ રહી છે. ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’નું ન્યૂ સોંગ ”મેં અગર” આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. સોંગને અવાજ આતીફ અસલમે આપ્યો છે અને પ્રીતમે મ્યુઝિક કમ્પોઝ કર્યુ છે જ્યારે અમિતાભ ભટ્ટાચાર્યે સોંગના લિરિક્સ લખ્યાં છે.

”મેં અગર” સોંગમાં સલમાનની સાથે ચીની એક્ટ્રેસ ઝૂ ઝૂ અને મારિન રે ટેંગૂ જોવા મળી રહ્યા છે. ફિલ્મના 3 સોંગ્સ ‘રેડિયો’, ‘તિનકા તિનકા દિલ સે’ અને ‘નાચ મેરી જાન’ પહેલેથી જ રિલીઝ થઇ ચૂક્યા છે, જે ધીમે ધીમે લોકપ્રિય બની રહ્યા છે. સલમાનની આ ફિલ્મમાં તેની સાથે સોહેલ ખાન પણ જોવા મળશે. ‘ટ્યૂબલાઇટ’એ વૉર ડ્રામા છે જે 1962માં ભારત ચીનના વૉરના સમય પર આધારિત છે. સલમાન-સોહેલની આ ફિલ્મ 25 જૂનના ઇદના દિવસે રિલીઝ થશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

‘દેશે એક મહાન નેતા ગુમાવ્યાં’ અરુણ જેટલીના નિધનથી બૉલીવુડમાં શોકની લહેર

Bansari

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!