GSTV

સલમાનખાને લગ્ન ન કરવાનું બતાવ્યું હતું અજીબ કારણ, ખુલાસો કર્યો હતો કે ક્યાં સુધી જોશે રાહ

સલમાનખાન હંમેશા લગ્નના સવાલથી સતત ઘેરાયેલો રહે છે. આ સવાલથી તેની પરેશાની પણ વધતી હોય છે. તેણે જ્યારથી મૈને પ્યાર કિયા ફિલ્મથી ડેબ્યુ કર્યું ત્યારથી તેની લવલાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. તેની સાથે કેટલાય કો સ્ટાર્સના નામ જોડાઈ ચૂક્યા છે. ઘણી વખત ફેન્સને એવું પણ લાગ્યું છે આ વખતે તો તેના લગ્ન થઈ જશે. જો કે સલમાને એક વખત કહ્યું હતું કે લગ્ન એ પૈસાની બરબાદી છે.

મા બાપના ઘરે ના મળ્યું હોય તેટલું પત્નિને આપી શકે ત્યારે કરશે લગ્ન

એક જૂના ઈન્ટરવ્યૂમાં સલમાનખાને પોતાના લગ્નને લઈને વાત કરી હતી. તેણે એ સમયે એમ પણ જણાવ્યું હતું કે તે કોઈની સાથે પરમેનન્ટ કમિટમેન્ટ ક્યારે કરશે. સલમાનખાને ફિલ્મફેર મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે લગ્ન ત્યારે જ કરશે જ્યારે પોતાની પત્નીને તે એટલું બધું આપી શકે. જે તેના માતા પિતાના ઘરે ના મળ્યું હોય.

જેવી છોકરી સાથે રહું છું તેવી મળે તો લગ્ન કરશે

એ વખતે સલમાન ખાન સંગીતા બીજલાની સાથે રિલેશનશીપમાં રહેતો હતો. તે આ રિલેશનને લઈને ખૂબ જ ઓપન માઈન્ડ હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે કેવા પ્રકારની છોકરી સાથે તે લગ્ન કરવા માગે છે, તો તેના પર બોલ્યો હતો કે જેવી છોકરી સાથે હું છું. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાનખાનને કેટલાય પ્રોજેક્ટ આવનારા છે. ફેન્સ તેમની ફિલ્મ રાધેનો ઈન્તજાર કરી રહ્યા છે. તેઓ પોતાના બનેવી આયુષ શર્મા સાથે અંતિમ શૂટિંગ કરી રહ્યા છે. ક્યારેક ઈદ, ક્યારેક દિવાળીમાં પૂજા હેગડે સાથે નજર આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!