GSTV
Home » News » સલમાનને સજા સંભળાવાતા અર્પિતા અને અલવિરાના થયા આવા હાલ

સલમાનને સજા સંભળાવાતા અર્પિતા અને અલવિરાના થયા આવા હાલ

કાળિયાર કેસમાં સલમાન ખાનનો 5 વર્ષની જેલની સજા અને10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સલમાન ખાન સાથે જોધપુર કોર્ટમાં તેમની બંને બહેના અર્પિતા અને અલવિરા પણ હતી. જ્યારે સલમાનને આ સજા સંભળાવવામાં આવી ત્યારે તેમની બંને બહેરનો ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી.

20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાનને જોધપુરની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. આ ઉપરાંત અન્ય આરોપીઓને કોર્ટે દોષ મુક્ત જાહેર કર્યા છે. સલમાન ખાનને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો. હવે તેમણે જેલમાં જવું પડશે.

સરકારી વકીલે સલમાન ખાનને 6 વર્ષની સજા કરવાની માગ કરી હતી. તો સલમાને પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા છે. સલમાનને દોષિત જાહેર કરવામાં આવતા મુંબઈમાં આવેલા તેના નિવાસ સ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાને પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા છે. કોર્ટ રૂમમાં સલમાન ખાન સહિત, સૈફ અલી ખાન, નિલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રમાં હાજર છે. ટુંક સમયમાં જોધપુર ગ્રામીણ જિલ્લા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ ચુકાદો સંભળાવ્યો. ચુકાદા પહેલા કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સલમાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા અને બહેન અલવિરા અને અર્પિતા પણ સાથે આવી હતી. તેમની સાથે એક્ટર આફતાબ શિવદાસાની પણ નજર આવ્યો હતો.

Related posts

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

બાબરી વિધ્વંસ કેસ: ભાજપ નેતા કલ્યાણસિંહની મુશ્કેલીમાં વધારો, CBI કોર્ટે આપ્યો આ આદેશ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!