GSTV

બિગ બોસની સીઝન 13નો સેટ ફિલ્મી નગરીમાં, ખાસ કારણના લીધે આ નિર્ણય

Last Updated on July 31, 2019 by

બિગ બોસની સીઝન 13 ડિસેમ્બરમાં શરૂ થશે તેવી સંભાવના છે. આ વખતે શોમાં દર્શકોને ઘણા ફેરફાર જોવા મળશે. શોનું લોકેશન હોરર બનાવાશે, સાથે લોકેશન પણ લોનાવાલાથી મુંબઈ શિફ્ટ કરવામાં આવશે. એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે બિગ બોગ 13નો સેટ મુંબઈના ફિલ્મ સિટીમાં લગાવાશે.

શોના એક અધિકારીએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વખતે અમે બિગ બોગ 13 ફિલ્મ સિટીમાં કરી રહ્યા છીએ. એક ફેરફાર લાગે તેના કારણે કરી રહ્યા છીએ, જે જરૂરી હતું. 12 વર્ષ વિતી ચૂક્યા છે અને દર વર્ષ અમે સારું પરફોર્મન્સ કરીએ છીએ. આ વખતે પણ અમે શોને મોટો અને સારો બનાવા જઈ રહ્યા છીએ.

જાણકારી મળી છે કે નવી સીઝનની શરૂઆત 29 ડિસેમ્બરે ઓનએયર થશે અને જાન્યુઆરી મહિનામાં પૂરી થશે. આ વખતે પણ ટીવીના કંટ્રોવર્સિયલ શોને સલમાન ખાન જ હોસ્ટ કરી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે સલમાનને 403 કરોડ રૂપિયા આ શો માટે તેને આપશે. શોનો ટાઈમ બદલવાની પણ ચર્ચા થઈ રહી છે.

પહેલાનો સમય 9-10 હતો જે 10-11 થવાની સંભાવના છે. બિગ બોસ 13ના કંટેસ્ટેટ્સનું લિસ્ટ સામે આવી ગયું છે, આદિત્ય નારાયણ, દેવોલીના ભટ્ટાચાર્જી, કરણ પટેલ, દયાનંદ શેટ્ટી, મેઘના મલિક, કરણ વોહરા, ચંકી પાંડે, મહિમા ચોધરી જેવા સ્ટાર્સના નામ સામેલ છે.

Read Also

Related posts

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

એલર્ટ/ જૂની નોટ કે સિક્કાને ખરીદી કે વેચી રહ્યાં હોય તો ચેતજો, RBIએ આપી આ ચેતવણી

Bansari

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!