GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જુઓ ત્રણેય ખાન સહિત બોલીવુડના દિગ્ગજ સ્ટાર એક ફિલ્મ માટે કેટલી લે છે ફી

તાજેતરમાં ફૉર્બ્સની સૌથી વધારે કમાણી કરનારની લિસ્ટમાં બોલિવુડના એક્ટર્સને સ્થાન મેળવ્યુ છે. જેમા 8માં સ્થાને શાહરૂખ ખાન, 9માં સ્થાને સલમાન ખાન અને 10માં સ્થાને અક્ષય કુમાર છે. ત્રણેય સ્ટાર્સ બોલિવુડમાં સૌથી વધારે કમાણી કરી રહ્યા છે. ફૉર્બ્સની આ લિસ્ટ પછી અમે તમને જણાવવા જઇ રહ્યા છે બોલિવુડમાં વર્ષ 2016માં સૌથી વધારે ફી લેનાર એક્ટર્સ વિશે..

 વર્ષ 2016માં સૌથી વધારે કમાણી કરી છે બોલિવુડના ‘બજરંગી ભાઇજાન’ એટલે કે સલમાન ખાન..સલમાન ખાન એક ફિલ્મ માટે 60 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. આમિર ખાન 2016માં બીજા નંબર પર સૌથી વધારે કમાણી કરનાર એક્ટર બન્યો છે. તેઓ 50 કરોડ રૂપિયા એક ફિલ્મ માટે ચાર્જ લે છે..

જ્યારે વધારે ફીની વાત આવે ત્યારે બોલિવુડની કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન કેવી રીતે પાછળ રહી જાય? તેણે કેટલીક ફિલ્મો પોતાના જ પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવી હતી. પરંતુ બીજા પ્રોડક્શન હાઉસની ફિલ્મો માટે તેણે 30-40 કરોડ રૂપિયા દર ફિલ્મના હિસાબે લીધા છે.

Read Also: Forbes: સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સની લિસ્ટમાં શાહરૂખ,સલમાન અને અક્ષય શામેલ

એક્શન હીરો અક્ષય કુમારની કમાણીનો અંદાજ તો તેના ઇન્કમ ટેક્સ પરથી જ લગાવી શકાય છે, ખિલાડી કુમાર સૌથી વધારે ઇન્કમ ટેક્સ ભરે છે. અક્ષય દર ફિલ્મ માટે 40-45 કરોડ રૂપિયા લે છે.

ભલે રિતિક રોશન ફિલ્મો ઓછી કરતો હોય, પરંતુ ફી લેવામાં તે આગળ જ છે. એક ફિલ્મ કરવા માટે રિતિક રોશન 50 કરોડ રૂપિયા લે છે.

બોલિવુડના ‘સિંઘમ’ એટલે કે અજય દેવગનની વાત એકમદ અલગ છે. તે દર ફિલ્મ રિલીઝ થયા બાદ તેણી કમાણીમાંથી ભાગ લે છે. આ સિવાય દર ફિલ્મ માટે 22-25 કરોડ રૂપિયાની ફી તો લે છે. હાલમાં તે એડ્થી પણ સારી કમાણી કરે છે.

કેટલાક બીજા એક્ટર્સનો ફેવરિટ અને ઇન્ડસ્ટ્રીનો ક્યૂટ બૉય રણબીર કપૂરે એક ફિલ્મ માટે 25 કરોડ રૂપિયા લે છે. રણવીર સિંહે ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’થી બતાવી દીધુ કે તે કોઇ પણ પ્રકારનો રોલ કરી શકે છે. આ ફિલ્મ બાદ બોલિવુડમાં તેની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે.રણવીર સિંહ એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ભલે ઉંમર થઇ ગઇ હોય, પરંતુ તેઓ આજે પણ ટૉપના એક્ટર્સમાં શામેલ છે. તેઓ દર ફિલ્મ માટે 18-20 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. શાહિદ કપૂરે પણ ગત વર્ષે પોતાની ફિલ્મ માટે 15-18 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

Related posts

સારા અલી ખાનના આ ટૉપની કિંમત જાણશો તો તમારા મોઢામાંથી પણ નીકળી જશે ‘OMG! આટલું સસ્તુ’

Bansari

13 વર્ષની ઉંમરે કર્યા 41 વર્ષના પરિણિત પુરુષ સાથે લગ્ન, વિવાદિત રહી સરોજ ખાનની પર્સનલ લાઇફ

Bansari

B’Day Special: દર્શકોને પેટ પકડીને હસાવતી ભારતી સિંહનો આજે જન્મદિવસ, આ મહિલા કોમેડિયનો પણ કંઈ કમ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!