GSTV
Gujarat Government Advertisement

સ્ટારડમને લઈ ડરે છે સલમાન ખાન પણ, કર્યો ચોંકાવનારો ખુલાસો

Last Updated on July 13, 2019 by Alap Ramani

સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન બોલિવૂડના એવા ત્રણ ખાન છે, જે લાંબા સમયથી ફેન્સના દિલ પર રાજ કરી રહ્યા છે. ત્રણે જણાએ હિટ ફિલ્મોમાં પોતાના નામ સ્થાપિત કર્યા છે. બોલિવૂડનો દરેક એક્ટર આ ખાન જેવા સ્ટારડમ મેળવવાની આશા રાખે છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં આ ત્રણ ખાન બોક્સઓફિસ પર પોતાનો જાદુ બતાવવામાં નાકામયાબ રહે છે. એવામાં એક સવાલ એવો પણ છે કે આ ત્રણ ખાન વારંવાર ફ્લોપ ફિલ્મો આપવાથી તેમનો સ્ટારડમ ખતરામાં છે. તેના પર વાત કરતાં સલમાન ખાને તેના તાજેતરમાં થયેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને સ્ટારડમ ખોવાય તેનો કેટલો ડર છે. સાથે તેણે એ પણ જણાવ્યું કે બોલિવૂડના આ ત્રણ ખાન કેવી રીતે પોતાનો સ્ટારડમ જાળવી રાખશે.

સલમાન કહે છે કે, એકના એક દિવસે તો સ્ટારડમની ચમક ઓછી થઈ જાય છે. આટલા લાંબા સમય સુધી તેને જાળવી રાખવી એક મોટો પડકાર છે. મારું માનવું છે કે શાહરૂખ, આમિર, અક્ષય અને અજય જ એવા એક્ટ્રેસ છે જે લાંબા સમય સુધી સ્ટારડમ સાચવવામાં કામયાબ રહ્યા છે.

આવનારી સમયમાં આ સ્ટારડમ સાચવવાના કોશિશ કરીશું. સલમાનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો સલમાન અલા અબ્બાસ ઝફરના ડાયરેક્શન પર બનેલી ભારત ફિલ્મમાં જોવા મળ્યો હતો. સલમાને બોક્સઓફિસ પર સારી કમાણી કરી છે.

તે અત્યારે અપકમિંગ ફિલ્મ દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાનના સાથે સોનાક્ષી સિન્હા લીડ રોલમાં જોવા મળશે. સલમાનની આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. ત્યાર બાદ તે સંજયલીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાહઅલ્લાહમાં જોવા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

કરોડો રૂપિયાની કમાણી કરે છે આ બોલિવુડ સ્ટાર, તેમ છતાંય રહે છે ભાડાના મકાનમાં

Zainul Ansari

ચેતવણી/ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને વેબ સીરિઝની બે અભિનેત્રી ચોરીમાં ઝડપાઈ : કામ ન હોવાથી રૂપિયા ખૂટ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!