GSTV
Home » News » સરોગેસીથી પિતા બનવા તૈયારી કરી રહ્યો છે સલમાન? કહ્યું- બાળક જોઈએ છે, પણ…

સરોગેસીથી પિતા બનવા તૈયારી કરી રહ્યો છે સલમાન? કહ્યું- બાળક જોઈએ છે, પણ…

Salman Surrogacy

બોલિવૂડના એક્ટર સલમાન ખાનની વાત આવે ત્યારે બધાના મનમાં તેના લગ્નનો વિચાર આવે છે. સલમાન ખાન ક્યારે લગ્ન કરશે, આ વાત હંમેશાં ચર્ચામાં રહેશે. થોડા સમય પહેલા સલમાન સરોગેસી પિતા બનશે એવા સમાચાર સામે આવ્યા છે. સલમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બાળક તો ઈચ્છે છે. સલમાન અત્યારે તેની ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે.

એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે તેને બાળકની ઈચ્છા છે. સલમાન કહે છે કે, મને બાળકો જોઈએ, પરંતુ બાળકની સાથે તેની મા પણ આવે. અને મારે મા નથી જોઈતી, પરંતુ બાળક મા વગર રહી ના શકે. મારી પાસે બાળકની દેખભાળ માટે આખું ગામ છે. સલમાનના આ નિવેદનથી કન્ફર્મ થઈ રહ્યું છે કે તે સરોગેસીથી પિતા બનવાની તૈયારી કરી રહ્યો છે. સલમાનને બાળકો બહુ ગમે છે. તે પોતાના ભત્રીજા આહિલ સાથે પણ મસ્તી કરે છે.

તેણે આ પહેલાં પણ એક ઈન્ટરવ્યૂમાં સલમાને કહ્યું હતું કે, હું સારો પુત્ર છું અને સારો પિતા પણ બની શકું છું. પરંતુ સારો પતિ ના બની શકું. ઘણી વાર એવું પણ જાણવા મળ્યું છે કે સલમાન લગ્ન કરવાની તૈયારીમાં હોય, પણ તેણે ફેમિલીથી વધુ મહત્વ બીજા કોઈને નથી આપ્યું. સલમાનની ફિલ્મ 5 જૂન ઈદના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કેટરિના, જેકી શ્રોફ અને સુનિલ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે.

Read Also

Related posts

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

સલમાન ભાઈજાન તેના પિતા સલીમ ખાનની સલાહને કંઈક આ રીતે કરે છે ફોલો

Dharika Jansari

રાજ્યસભામાં માર્શલનો ડ્રેસ બદલાયો, હવે સેના જેવો યુનિફૉર્મ પહેરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!