સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ને ૨૦૨૦ના ઇદના દિવસે રીલિઝ કરવાની ઘોષણા કરી છે. હવે અભિનેતાએ ૨૦૨૧ની ઇદ પણ પોતાના નામે બુક કરી દીધી છે. અભિનેતાએ ટ્વિટર પર પોતાની નવી ફિલ્મની ઘોષણા કરી છે.

સલમાન ખાને સોશિયલ મીડિયા પરના ટ્વિટર એકાઉન્ટ પરથી પોતાની આગામી ફિલ્મ ૨૦૨૧ની ઘોષણા કરી છે. આ ફિલ્મનું શીર્ષક તેણે ‘ કભી ઇદ કભી દિવાળી ‘ હોવાનું કહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફરહાદ સામજી કરવાનો છે અને સાજિદ નડિયાદવાળા આ ફિલ્મનું નિર્માણ તેમજ વાર્તા લખશે. સલમાનનો ભાઇ સોહેલ ખાન પણ આ ફિલ્મનો સહ-નિર્માતા છે. જોકે આ ફિલ્મમાં સલમાન સાથે અન્ય ક્યા ક્યા કલાકારો હશે તેની જાણ કરી નથી.

સલમાન ખાનની દબંગ ૩ એ બોક્સ ઓફિસ પર કમાણી કરી છે. પરંતુ આ તેની ફિલ્મથી દર્શકોને સંતોષ થયો નથી. સલમાન ફિલ્મ રીલિઝ કરવાનું કોઇ ભોગે જતો કરવા માંગતો નથી. તેથી તેણે ૨૦૨૧ની ઇદના પણ પોતાની ફિલ્મની ઘોષણા કરી દીધી છે.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…