સલમાન ખાનના લગ્ન એક એવો સવાલ છે જે તેના ફેન્સની સાથે સાથે તેને ટ્રોલ કરનારાઓના મનમાં પણ છે. સલમાન ખાન મોટાભાગે આ સવાલનો ગોળગોળ અથવા તો મજાકિયા અંદાજમાં જવાબ આપીને આ સવાલને ટાળી દે છે. પરંતુ હવે તેમણે પોતાના લગ્નને લઇને એક મોટો ખુલાસો કર્યો છે.
સલમાન ખાને કપિલ શર્મા શૉ પર આ મોટો ખુલાસો કર્યો છે. હવે સામે આવી ચુક્યું છે કે આખરે તે કોણ છે જેના કારણે સલમાન ખાનનો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે અથવા તો એમ કહી શકાય કે તેમને લગ્નથી ડર લાગે છે.
સલમાન ખાને કપિલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે સંજૂ બાબા એટલે કે સંજય દત્તની હાલત જોયા બાદ તેણે ફરી ક્યારે લગ્ન કરવા અંગે વિચાર સુદ્ધાં નથી કર્યો. સલમાન ખાને આ ખુલાસાનો વીડિયો રીલીઝ કર્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
સલમાન ખાને જણાવ્યું કેસ એક વાર સંજૂ મને લગ્ન કરવાના ફાયદા જણાવી રહ્યો હતો અને મને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે મારે લ ગ્ન કરી લેવા જોઇએ. તેવામાં વારંવાર તેના ફોનની રિંગ વાગી રહી હતી. તેણે કહ્યું કે જ્યારે તુ શુટિંગ પરથી થાકીને ઘરે આવે ત્યારે તારી પત્ની તારુ ધ્યાન રાખશે, માથુ દબાવી આપશે. લગ્ન બેસ્ટ વસ્તુ છે. પરંતુ આ વાતચીત દરમિયાન તેનો ફોન સતત વાગી રહ્યો હતો અને અંતે આ વાતચીત વચ્ચે અટકાવીને તેણે પોતાનો ફોન રિસિવ કરવો પડ્યો. આટલું બોલતાં જ સલમાન જોરથી હસવા લાગે છે.
આ વીડિયો તમે જોશો તો ખરેખર તમને સમજાશે કે સલમાને કયા મજેદાર અંદાજમાં આ આખી ઘટનાનું વર્ણન કર્યુ છે. સલમાન ખાન આ વીકેન્ડ પર કપિલ શર્મા શૉ પર નજરે પડશે.
Read Also
- પાણી માટે સરહદી વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસમાં ધામા નાખ્યા
- ઠંડીની ઋતુમાં તલનાં સેવનથી મળે છે શરીરને ઉર્જા, જાણો તેનાં ગુણકારી ફાયદા
- યુવાનની મૂંછ મૂંડાવવાના આરોપીઓને પોલીસે ગુફામાથી ઝડપી પાડ્યા
- ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર
- પાલીતાણામાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, માતાની ભુમિકા શંકાના ઘેરામાં