GSTV

સલમાન ખાનના પણ હતાં આવા દિવસો, સ્કૂલની ફી ન ભરી શક્યો તો મળી હતી આવી સજા

સલમાન ખાન આજનો સુપરસ્ટાર, તેના નામથી જ ફિલ્મ વહેંચાઈ જાય છે. તેની પોતાની બ્રાન્ડ છે. સલમાન ધન અને સંપત્તિના મામલામાં ટોચ પર છે. ભારત ફિલ્મનો પ્રચાર જોરશોરથી કરી રહ્યો છે. તેણે એક વાતચીતમાં બાળપણનો કિસ્સો કહ્યો હતો જેમાં ફી ન ભરવાના કારણે તેને સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

સલમાને કપિલ શર્મા શોમાં કહ્યું કે, એક વાર મારા પપ્પા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે મને કલાસ રૂમની બહાર ઊભેલો જોયો અને પૂછ્યું કે કંઈ તોફાન કર્યું હતું. મેં કહ્યું કે આ વખતે તો મને પણ નથી ખબર કે મેં કર્યું છે શું. એ વાત પર સલમાને કહ્યું કે બાદમાં મારા પિતાને ખબર પડી હતી કે સ્કૂલની ફી સમયસર જમા નહોતી કરાવી તે માટે કલાસ ટીચરે તેને બહાર ઊભો રાખ્યો હતો.

View this post on Instagram

Me mummy n @beingsalmankhan bhai ??

A post shared by Kapil Sharma (@kapilsharma) on

બીજા જ દિવસે મારા પિતાએ ફીસ ભરી દીધી અને ટીચરે માફી પણ માગી હતી. આ શોમાં કપિલે સલમાન સાથે બાળકોના બોન્ડિંગની વાત કરી તો સલમાને તેના મજાકિયા અંદાજમાં કહ્યું કે, બધા ભાણેજ, ભત્રીજા અને ગ્રેન્ડસન મારા ખોળામાં રમે છે અને તે બધા એ ક્યારેક ને ક્યારેક તો ખોળામાં ટોયલેટ પણ કર્યું છે. સલમાન અને કેટરિના કેફની ફિલ્મ ભારત ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. તેનું નિર્દેશન અલી અબ્બાસે કર્યું છે.

Read Also

Related posts

લૉકડાઉનમાં ઇન્ટરનેટ સેન્સેશન બની સની લિયોની, હૉટ અંદાજથી જીતી રહી છે લાખોના દિલ

Bansari

Video:17 વર્ષ બાદ એક્તા કપૂરે હાથમાંથી ઉતારી દીધી વીંટીઓ, મજબૂરી જાણીને સ્ટાર્સ પણ રહી ગયાં દંગ

Bansari

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!