GSTV
Home » News » સલમાન ખાનના નામે ચાલી રહ્યો હતો મોટો ગોરખ ધંધો, ‘ભાઇજાને’ જબરદસ્ત રીતે ફોડી નાંખ્યો ભાંડો

સલમાન ખાનના નામે ચાલી રહ્યો હતો મોટો ગોરખ ધંધો, ‘ભાઇજાને’ જબરદસ્ત રીતે ફોડી નાંખ્યો ભાંડો

dabangg 3

સલમાન ખાન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ આ વચ્ચે સલમાન ખાન પોતાના સોશિયલ મીડિયા એકાઉટ પર એક જાણકારી આપીને સૌકોઇને ચોંકાવી દીધા છે. પોસ્ટમાં સલમાન ખાને પોતાના ફેન્સને સાવધ રહેવાની સલાહ આપી છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થઇ રહ્યો છે જે બિજનોરના એક ઇવેન્ટનું જણાવવામાં આવી રહ્યું છે. આ પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે આ ઇવેન્ટને બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આયોજિત કરવા જઇ રહ્યું છે અને તેને સલમાન ખાન પોતે હોસ્ટ કરશે. આ ઉપરાંત સલમાન ખાન ઉપરાંત ગુરુ રંધાવા, નેહા કક્કડ, અરમાન મલિક અને અમાલ મલિક જેવી જાણીતી હસ્તિઓના નામ સામેલ કરીને જણાવવામાં આવ્યું છે કે આ તમામ 4 મે, શનિવારના રોજ સાંજે 6 વાગ્યે બિજનોરના આ મ્યુઝિક ઇવેન્ટમાં લાઇવ આવશે.

હવે સુપરસ્ટાર સલમાન ખાને પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટર શેર કરીને આ ઇવેન્ટનો ભાંડો ફોડી નાંખ્યો છે. સલમાન ખાને લોકોને સતર્ક કરતાં લખ્યું કે, ન તો હું અને ન તો બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન આ ઇવેન્ટમાં કોઇપણ રીતે જોડાયેલો નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સુપરસ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં ટૂંક સમયમાં ફિલ્મ ભારતમાં નજરે આવશે. ફિલ્મમાં સલમાન ખાન એક સર્કસમાં કામ કરતા નજરે આવશે. આ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધર પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે અને તેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મમાં સલમાન સાથે કેટરિના કૈફ પણ મહત્વના કિરદારમાં જોવા મળશે.

Read Also

Related posts

ભારતમાં અફઘાની આતંકવાદી ઘૂસ્યો હોવાના અહેવાલથી ગુજરાતમાં હાઇએલર્ટ

Mayur

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!