GSTV
Bollywood Entertainment Trending

શું જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાન કોલકાતામાં પરફોર્મ કરશે? આયોજકે જવાબ આપ્યો

સલમાન ખાનને તાજેતરમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આપેલી ધમકી બાદ તેનો કોલકત્તાનો શો પાછો ઠેલાયો છે. પોલીસે સલમાનને જાહેરમાં દેખા દેવાનું ઓછું કરવા આપેલી સૂચનાને પગલે આ શો ઠેલાયો હોવાનું મનાય છે.

જોકે, શોના આયોજકોના દાવા અનુસાર શોમાં અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ પણ સામેલ થવાની છે. પરંતુ, તેની તારીખોનો મેળ નહીં પડયો હોવાથી એપ્રિલને બદલે હવે જુનમાં આ શો યોજાશે.

તાજેતરમાં ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇઅને તેના સાગરિત ગોલ્ડી બરાડે સલમાન ખાનની હત્યા કરવાની ધમકી આપી હતી. તે પછી પોલીસે સલમાનને જાહેરમાં દેખા દેવાનું ઓછું કરવા સલાહ આપી છે. તેને બાન્દ્રા ખાતેના તેના નિવાસસ્થાને ચાહકોને ઝલક આપવા બહાર આવવાનું પણ ટાળવા જણાવાયું છે.

સલમાન પહેલા જાન્યુઆરીમાં કોલાકાતમાં પરફોર્મ કરવાનો હતો. પરંતુ આયોજન સ્થળ અને આયોજકો સાથે અમુક મુદ્દે વિવાદ થતાં છેલ્લી ઘડીએ આ શોને રદ કરવામાં આવ્યો હતો.

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV