GSTV
Home » News » સલમાન ખાને ઠોકર મારી 2 બિગ બજેટ ફિલ્મો, છે આ પર્સનલ કારણ

સલમાન ખાને ઠોકર મારી 2 બિગ બજેટ ફિલ્મો, છે આ પર્સનલ કારણ

મલાઇકા અરોડા અને અર્જુન કપૂરનુ અફેર હાલમાં ખૂબ ચર્ચાઇ રહ્યું છે. અવાર-નવાર બંને પાર્ટીની ઉજવણી કરતા દેખાઇ રહ્યાં છે. એટલું જ નહીં, છેલ્લા થોડા દિવસ પહેલા સંજય કપૂરના ઘરે યોજાયેલી પાર્ટીમાં પણ મલાઇકા અને અર્જુન કપૂર સાથે જોવા મળ્યા હતાં. સંજય કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસ્વીરો શેર કરી હતી. ત્યારબાદ મનાઇ રહ્યું છે કે કપૂર પરિવારે આ સંબંધને મંજૂરી આપી દીધી છે.

અર્જુન અને મલાઇકા પોતાના સંબંધને આગળ વધારવાનુ વિચારી રહ્યાં છે. પહેલા બંને ભેગા એકસાથે જાહેરમાં આવતા ખચકાતા હતાં ત્યાં હવે એકસાથે ખુલ્લેઆમ દેખાઇ રહ્યાં છે. બીજી તરફ જ્યાં તેમના સંબંધની વાત આગળ વધી રહી છે, એવુ લાગી રહ્યું છે કે મલાઇકાના કારણે અર્જુન કપૂરના પિતા એટલેકે બોની કપૂરે તેનુ પરિણામ ભોગવવુ પડી રહ્યું છે.

ડેક્કન ક્રૉનિકલ મુજબ, અર્જુન કપૂરે પહેલા સલમાન ખાનની નાની બહેન અર્પિતાને ડેટ કરવાનુ શરૂ કર્યુ. પછી બંનેનુ બ્રેકઅપ શરૂ થયું. ત્યારબાદ અર્જુનની નિકટતા મલાઇકા અરોડા સાથે વધવા લાગી. મલાઇકા તે સમયે અરબાઝની પત્ની હતી. સલમાન અને અર્જુનની વચ્ચે અંતર અહીંથી વધવાનુ શરૂ થયું. મલાઇકા અને અરબાઝના છૂટાછેડા બાદ સલમાન ખાન અને અર્જુન કપૂરની દુશ્મની પણ જાહેરમાં સામે આવી છે.

સોનમ કપૂરના લગ્નમાં સલમાન ખાને અર્જુન કપૂરની જાહેરમાં અવગણના કરી હતી. ત્યારબાદ આ અફવાઓને વધુ બળ મળ્યું અને બંને વચ્ચે મિત્રતા જેવુ કશું રહ્યું જ નહીં. ત્યારબાદ હવે એવુ લાગી રહ્યું છે કે સલમાન ખાન અર્જુન કપૂર સાથે બદલા લેવાના મૂડમાં છે.

ખરેખર, સલમાન ખાને બોની કપૂરની બે ફિલ્મોથી અંતર કરી લીધુ છે. જેમાં વૉન્ટેડ 2 અને નો એન્ટ્રીમાં એન્ટ્રી સામેલ છે. ફિલ્મ છોડવાનુ કારણ સલમાને જણાવ્યું નથી, પરંતુ એવુ મનાઇ રહ્યું છે કે અર્જુન કપૂર અને મલાઇકાના કારણે સલમાને આ ફિલ્મો છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બંને ફિલ્મોના પાર્ટ 1માં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા અને બંને ફિલ્મો સુપરહિટ રહી હતી.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં, દુષ્કાળની ભિતી સેવાઈ રહી

Path Shah

સુરતના પાંડેસરામાં SMC સંતાલિત કોમ્પલેક્સમાં અજાણ્યા યુવકની હત્યા, લોકોમાં ભયનો માહોલ

Kaushik Bavishi

અમદાવાદ: વારસાઇ જમીનનાં બોગસ દસ્તાવેજો બનાવી નોટરી કરાવી મિલ્કત પડાવી લીધાની ફરિયાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!