GSTV
Home » News » આ કારણે ઑનસ્ક્રીન Kiss નથી કરતો સલમાન, આ એક્ટ્રેસની મંજૂરી લીધા બાદ આપ્યો હતો ‘ક્લોઝ સીન’

આ કારણે ઑનસ્ક્રીન Kiss નથી કરતો સલમાન, આ એક્ટ્રેસની મંજૂરી લીધા બાદ આપ્યો હતો ‘ક્લોઝ સીન’

તાજેતરમાં જ સલમાન ખાન પોતાના બંને ભાઇઓ અરબાઝ અને સોહેલ સાથે પિતા સલીમ ખાન સાથે જાણીતા કોમેડિયન કપિલ શર્માના શૉ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ખાન પરિવારના ઘણાં રહસ્યો સામે આવ્યાં. આ દરમિયાન સલમાન ખાનના એ રહસ્ય પરથી પણ પડદો ઉઠ્યો કે સલમાન શા માટે ઓનસ્ક્રીન કિસ નથી કરતો.


હકીકતમાં શૉમાં કપિલ, સલમાનને પૂછે છે કે પહેલી ફિલ્મ હોય અને તમે હિરોઇનને વધારે મળ્યાં પણ ન હોવ તો શું તમે કમ્ફર્ટેબલ ફીલ કરશો? કારણ કે આપણે કોઇને 3-4 વાર મળ્યાં હોય તે પછી જ તમે ક્મ્ફર્ટેબલ ફીલ કરો છો. તેના જવાબમાં સલમાન કહે છે કે, કિસ તો હું કરતો નથી તેથી મને કોઇ ફરક નથી પડતો. આ જ સમયે અરબાઝ સલમાનની ખિલ્લી ઉડાવતા જોવા મળે છે.

તે હસતા કહે છે કે, ઑફસ્ક્રીન એટલી કરે છે કે ઓનસ્ક્રીન કરવાની જરૂર નથી પડતી. તે બાદ બધા જોર જોરથી હસવા લાગે છે.

જણાવી દઇ કે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’માં એક રોમેન્ટિક સીન માટે સલમાન ખાને ભાગ્ય શ્રી સાથે ક્લોઝ સીન આપવાના હતા. પરંતુ સલમાને ફિલ્મના ડાયરેક્ટર સૂરજ બડજાત્યાને પહેલા અભિનેત્રીની પરમીશન લેવા કહ્યું હતુ.આ  વાતની જાણ ભાગ્યશ્રીને થતાં ભાગ્યશ્રીની નજરોમાં સલમાન ખાન માટે માન વધી ગયું અને તેણે સલમાન સાથે ક્લોઝ સીન આપવાથી ઇનકાર ન કર્યો.

જ્યારે સલમાનની થઇ ધોલાઇ

દબંગ ખાને કપિલ શર્માના શૉ પર આ ખુલાસો કર્યો. જ્યારે કપિલના શૉ પર આવેલા ત્રણેય ખાન બ્રધર્સને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય તેમની સ્કૂલમાં લડાઇ થઇ છે તો સોહેલે એક કિસ્સો શેર કર્યો.

તેમણે જણાવ્યું કે, એક વાર બેંડ સ્ટેંડ પર એક શખ્સ મને ગાળો ભાંડી રહ્યો હતો. કેટલાંક લોકો અટેંશન મેળવવા માટે આમ કરી રહ્યાં હતા. મે વિચાર્યુ કે તે એકલો છે તો મે તેને પૂછ્યું કે ગાળો શા માટે આપી રહ્યો છે. તેવામાં કેટલાંક બીજા લોકો પણ ત્યાં આવી ગયા અને તેમણે મારામારી શરૂ કરી દીધી. તે બાદ સલમાન ભાઇ પણ ત્યાં આવી ગયા.

સોહેલ હજુ આગળ વાત કરી રહ્યાં હતાં એટલાંમાં સલમાન વચ્ચે કૂદી પડ્યા અને જણાવ્યું કે જ્યારે તે આવ્યાં તો તેને પણ પીઠ પર બાંબૂની માર પડી હચીય તે બાદ સલમાને જણાવ્યું કે ફિલ્મોમાં તો બાંબૂ તૂટી જાય છે પરંતુ અસલ જીવનમાં જ્યારે પડે છે ત્યારે ખરેખર ખૂબ વાગે છે. સલમાન અને સોહલે આ કિસ્સો ખૂબ મજેદાર અંદાજમાં વર્ણવ્યો.

Related posts

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

ચીનનો સૌથી મોટો નિર્ણય, ઓનલાઈન ગેમ નહી રમી શકે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો

pratik shah

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાતા ફ્લાવરશોની ટિકિટનો ભાવ થયો ડબલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!