GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ભાઇના ફેન્સની મહેરબાનીથી દર્શકોના માથે પડેલી રેસ-3 કરોડોની કમાણી કરી રહી છે

બોક્સઓફિસ પર ફ્લોપ નીવડેલી સલમાન ખાનની ફિલ્મ રેસ-3 સમીક્ષકોની નજરે તો ફ્લોપ સાબિત થઇ છે, પરંતુ ફિલ્મમાં સલમાન ખાન હોવાના કારણે ફેન્સે આ ફિલ્મને 100 કરોડની કલ્બમાં માત્ર ચાર દિવસમાં સ્થાન અપાવી દીધું છે.

ઉપરથી ફિલ્મ વિશ્વભરમાંથી 200 કરોડની કમાણી પણ કરી ચૂકી છે. ક્રિટિક્સે અને ફેન્સે આ ફિલ્મની સોશિયલ મીડિયા પર ટીકા કરવા માટે કંઇ બાકી ન હતું રાખ્યું. પણ સલમાનનો વોન્ટેડ ફિલ્મથી બુલંદ સિક્કો રેસ-3 સમયે પણ ખરો સાબિત થયો હતો.

સમીક્ષકોની દ્રષ્ટિએ ફિલ્મમાં સલમાનનો અભિનય તો બોબી દેઓલ કરતા પણ નબળો હતો. ઉપરથી ફિલ્મના નબળા ડાઇલોગના કારણે પણ તેની મઝાક ઉડી હતી. જ્યારે ફેન્સે બોલિવુડની જૂની ફિલ્મોના થીએટરમાંથી ભાગતા સીન્સ ટ્વીટર અને ફેસબુક પર અપલોડ કરી ફિલ્મની મજાક ઉડાવી હતી.

આમ છતા ફિલ્મ પ્રથમ દિવસે 29 કરોડ, બીજા દિવસે 38 કરોડ, ત્રીજા દિવસે 39 કરોડ, અને ચોથા દિવસે 14 કરોડની કમાણી કરી લેતા 2018ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું. જોકે આ ફિલ્મ પદ્માવતીને પાછળ રાખવામાં નિષ્ફળ રહી હતી.

ફિલ્મ ક્રિટિકલી ફ્લોપ રહેવાના કારણે ખબરો મળી છે કે, રેસના ચોથા પાર્ટમાં સલમાનને બરકરાર રાખી રેમો ડિસુઝાનું પત્તુ કટ કરવામાં આવ્યું છે. ત્યારે અબ્બાસ મસ્તાન ફરી રેસ સિરીઝમાં કમબેક કરશે કે કોઇ નવા ડિરેક્ટરની શોધ કરવામાં આવશે તેનો ઇન્તેઝાર કરવો રહ્યો.

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!