કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે આ સુપરસ્ટારે કરાવી સુલેહ, કૉમેડીના ડબલ ડોઝ માટે થઇ જાઓ તૈયાર

કપિલ શર્મા નાના પડદા પર ટૂંક સમયમાં પરતફરશે અને ખાસ વાત એ છે કે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર, જે પાછલાં દિવસોથી એકબીજાસાથે થયેલા ઝગડાના કારણે દૂર થઇ ગયા હતાં તે હવે એક થઇ ગયાં છે. બંને સાથે સોનીટીવી પર ટૂંક સમયમાં વાપસી કરશે.

મેજાદર વાત એ છે કે બંને વચ્ચે ઝગડો થયા બાદ તેઓ એકબીજા સામે જોવાનું પણ પસંદ કરતાં ન હતા તેવામાં કપિલે સુનિલ સાથે ફરીથી દોસ્તી કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે તેમની વચ્ચે સલમાન ખાને સુલેહ કરાવી છે. ઉલ્લેખનીય છે કે સુનિલ સલમાન સાથે ભારત ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

કૉમેડી કિંગ કપિલ શર્મા ટીવીપર ધમાકેદાર વાપસી માટે તૈયાર છે. ડિસેમ્બરમાં લગ્ન કર્યા બાદ તે નાના પડદે કૉમેડીશૉ લઇને આવી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે કૉમેડી કિંગની વાપસીમાં સલમાનખાનનો મોટો હાથ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કપિલના કૉમેડી શૉને સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ પ્રોડ્યુસ કરશે. ડિસેમ્બર 16થી કપિલ શરૂ  કરશે. પહેલાં કપિલનું બેનર જ શૉ પ્રોડ્યુસ કરતુ હતુ. પરંતુ ‘ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા’ના પ્રોડક્શનની જવાબદારી ચેનલે અન્ય કોઇને આપી હતી.

ઉલ્લેખનીય છે કે આવર્ષે લગ્નના બંધનમાં બંધાઇજનાર સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ જોડાવા જઇરહ્યું છે. રણવીર સિંહ અનેદીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણસાત ફેરા લેશે. કપિલ શર્માએપોતાના લગ્નની ડેટ કન્ફર્મ કરતાં જણાવ્યું કે, લગ્ન12 ડિસેમ્બરેગિન્નીનાહોમ ટાઉન જલંઘરમાં થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter