GSTV
Home » News » સલમાન ખાન અને યુલિયા વંતૂર જોવા મળ્યા સાયકલ ચલાવતા, વીડિયો થયો વાયરલ

સલમાન ખાન અને યુલિયા વંતૂર જોવા મળ્યા સાયકલ ચલાવતા, વીડિયો થયો વાયરલ

સલમાન ખાનનો એક વિડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ગર્લફેન્ડ યુલિયા વંતૂર અને મલાઈકા અને અરબાઝના પુત્ર અરહાન ખાન સાથે મોડી રાતે સાઈકલિંગ રાઈડ પર નીકળ્યો હતો.

રિપોર્ટ મુજબ 2.30 વાગ્યાની આસપાસ સલમાન ખાન એક નાની રાઈડ પર નિકળ્યો અને તે પાછો ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવી ગયો હતો. ફેન્સની વચ્ચે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાઈજાનનો આ સ્પોર્ટી અંદાજ બધાને પસંદ આવ્યો છે. જોકે કેટલાક ફેન્સ એવા છે જે જણાવે છે કે આ વિડિયો જૂનો છે.

બીજી બાજુ સલમાન અત્યારે તેની ફિલ્મ ભારતની સફળતાને એન્જોય કરી રહ્યો છે. ભારત ફિલ્મે 7 દિવસમાં 167 કરોડનું કલેક્શન કર્યું છે. અલી અબ્બાસ ઝફરના નિર્દ્શનમાં બનેલી ભારત ફિલ્મ સલમાન ખાનના કરિયરની સોથી મોટી ફિલ્મ સાબિત થઈ રહી છે. આ ફિલ્મમાં ફરી કેટરિના અને સલમાનની જોડી જોવા મળી હતી. ભારત ફિલ્મને જોવા ઈંગ્લેન્ડ પહોંચેલી ઈન્ડિયાની ટીમ પણ જોવા ગઈ હતી.

1947ના ભાગલા જેણે જોયા હતા તે લોકો માટે ભારતનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં તેનું સ્ર્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ભારત ફિલ્મ રિલીઝ થયાને એક વીકથી વધુ થઈ ગયું છે છતાં પણ ફેન્સમાં તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Read Also

Related posts

મહારાષ્ટ્ર : મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનાં નામ પર સહમતિ, કોંગ્રેસનું નિવેદન હજું વાતચીત અધૂરી

pratik shah

વોર અને સુપર 30 પછી ઋતિક રોશને ફીમાં કર્યો વધારો

Kaushik Bavishi

હેમા માલિનીએ સંસદમાં વાંદરાઓની સમસ્યા માટે ઉઠાવ્યો અવાજ, લોકોએ કરી નાખી ટ્રોલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!