GSTV

આખરે લોક થઈ ‘Kick 2’ની સ્ક્રિપ્ટ, આ અભિનેત્રી સાથે ફરી જોવા મળશે સલમાન ખાન

Kick 2

નિર્માતા-દિગ્દર્શક સાજિદ નડિયાડવાલાએ કિકની સિક્વલ ‘કિક 2’ (Kick 2)ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેની સાથે ફિલ્મની લીડ સ્ટાર કાસ્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. સલમાન ફરી એક વાર ડેવિલની ભૂમિકામાં પડદા પર જોવા મળશે અને તેનો સાથ આપશે જેક્લીન ફર્નાન્ડિઝ.

જેક્લીને વર્દા નડિયાડવાલાના ટવિટ પર ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે આતુરતાથી ‘કિક 2’ની રાહ જોઈ રહી છું. વર્દાએ પોતાના ટવિટમાં લખ્યું હતું આ તારા જન્મદિવસની ભેટ છે, જે હંમેશા યાદ રહેશે. આ જાહેર કરતાં ખૂબ જ આનંદ થાય છે સાજીદ નડિયાડવાલાએ ‘કિક 2’ની સ્ક્રીપ્ટને અંતિમ રૂપ આપી દીધું છે અને તારા માટે એક શાનદાર રોલ લખ્યો છે. સલમાન ખાનની ‘કિક 2’ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.

ટવિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી

આ માહિતી સાજીદ નડિયાડવાલાના પૌત્રના ટવિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી હતી. તેણે ટવિટમાં લખ્યું છે કે જેક્લીન ફર્નાન્ડિઝના  જન્મદિવસ પર ખૂબ જ મજા આવી, કારણ કે સાજિદ નડિયાડવાલાએ સવારે ચાર વાગ્યે ‘કિક 2’ ની સ્ક્રીપ્ટને લોક કરી દીધી છે. વર્દા નડિયાડવાલા આ મોટા સમાચાર શેર કરવા બદલ આભાર. નડિયાડવાલા પૌત્રનો પરિવાર સલમાન અને જેક્લીનને ‘કિક 2’માં   જોવા માટે વ્યાકુળ છે.

Kick-2

બાકીના સ્ટાર કાસ્ટની જાહેરાત હજુ બાકી

બાકીના સ્ટાર કાસ્ટની જાહેરાત હજુ બાકી છે. લોકડાઉન બાદ સલમાન ખાન સૌપ્રથમ રાધે પૂર્ણ કરશે, જે 26 જાન્યુઆરીના કોઈ એક સપ્તાહના અંતે રિલીઝ થશે. લાંબા સમયથી ‘કિક 2’ વિશે ઘણી અટકળો ચાલી રહી હતી. સલમાનની સૌથી વધુ રાહ જોવાતી  ફિલ્મોમાં તે સામેલ છે.

Read Also

Related posts

રેલ મુસાફરી થશે મોંઘી/ સરકાર આપવા જઈ રહી વધુ એક ઝટકો, હવે આ ચાર્જમાં કર્યો વધારો

Pravin Makwana

ગયા વર્ષે જે માર્કેટમાં નવરાત્રિ પર પગ મુકવાની જગ્યા નહોતી મળતી ત્યા આ વર્ષે ઉડી રહ્યા છે કાગડા

Nilesh Jethva

હવે પુરુષો માટે પણ આવશે ગર્ભનિરોધક દવા, જાણો કેવી રીતે કરશે કામ અને શું પડશે ફરક

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!