GSTV

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

સલમાન

Last Updated on September 20, 2021 by Damini Patel

સલમાન ખાને અત્યાર સુધી પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1988થી પોતાના કરિયરની શરૂઆત કરવા વાળા સલમાન ખાનના નામે ઘણી હિટ ફિલ્મો છે. સલમાનને હિંદી સિનેમાનો ભાઈજાન કહેવામાં આવે છે. સલમાનની લાઈફ ખુબ લાઇમલાઈટમાં રહે છે. ક્યારેક તેઓ પ્રોફેશનલ લાઈફએ લઇ તો ક્યારેક પર્સનલ.

હવે જે ખબર સલમાનના ફેન્સ માટે લઇને આવ્યા છે તે રિપોર્ટ્સ મુજબ સલમાનની બૉલીવુડમાં 3 દશકની જર્નીને એક સિરીઝમાં દર્શાવવામાં આવશે. આ સિરીઝમાં સલમાનના પરિવાર, કો-સ્ટાર્સ, ડાયરેકટર્સ, પ્રોડ્યુસર્સ અને કલીગ્સના ઇન્ટરવ્યૂ હશે.

સલમાન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સલમાન ખાન તેને વિજ ફિલ્મ્સ અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મની ટીમે OTT પ્લેટફોર્મમાં આ મોટા પ્રોજેક્ટ વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ ફિલ્મ ક્યા પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ રીતે, સલમાન અથવા તેની ટીમ તરફથી આ સમાચાર વિશે હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ જો આવું થાય તો સલમાનના ચાહકો માટે તે એક મોટી મહેફિલ હશે.

ટાઇગર 3ની શુટિંગ કરી રહ્યા છે

હાલમાં, સલમાન ટાઇગર 3 નું શૂટિંગ કરી રહ્યો છે. રશિયા બાદ સલમાન તુર્કીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. કેટરિના કૈફ પણ સલમાન સાથે છે. બંને કલાકારો ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. બંનેના ફોટોસ અને વીડિયો પણ સેટ પરથી આવતા રહે છે. થોડા દિવસો પહેલા સલમાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે ચાહકોની સામે ‘એક બાર જો જાયે જવાની’ ગીત પર ડાન્સ કર્યો હતો.

મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. અગાઉ એવા સમાચાર હતા કે ઇમરાન હાશ્મી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે, પરંતુ અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અત્યારે ફિલ્મનો ભાગ નથી.

અંતિમમાં જીજા આયુષ સાથે ધમાકો થશે

આ ફિલ્મ સિવાય સલમાન પણ ફિલ્મ અંતિમમાં જોવા મળશે જેમાં જીજા આયુષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં બંને વચ્ચે ટક્કર થવાની છે. જ્યારે સલમાન પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે, ત્યારે આયુષ તેની સાથે વિલન તરીકે લડશે. પ્રથમ વખત બંને મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે.

આ ફિલ્મોનું શૂટિંગ બાકી છે

ટાઇગરની શૂટિંગ કર્યા બાદ સલમાન કભી ઇદ કભી દિવાળી માટે શૂટિંગ કરશે. ફિલ્મમાં સલમાન સાથે પૂજા હેગડે લીડ રોલમાં છે. આ સિવાય સલમાન શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ અને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કેમિયોમાં જોવા મળશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!