GSTV
Home » News » સલમાન અને જૉન પાસે જે બાઈક્સ છે તેની કિંમત જાણીને થશે કે, આટલામાં તો આખું ઘર ઉભું થઈ જાય

સલમાન અને જૉન પાસે જે બાઈક્સ છે તેની કિંમત જાણીને થશે કે, આટલામાં તો આખું ઘર ઉભું થઈ જાય

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમને ધણા એવા એભિનેતા મળી જશે જેમને બાઈક્સનો ધણો શોખ છે. સમય સમય પર આ અભિનેતાઓને સાર્વજનિક રીતે પોતાના સુપરબાઈક્સનો શો-ઓફ પણ કરતા જોવા મળે છે. આજે અમે તમને અમુક સ્ટાર્સની સુપર બાઈક્સ વિશે જણાવીશું.

અમારી આ લિસ્ટમાં સૌથી પહેલું નામ દબંગ ખાન સલમાન ખાનનું છે. સલમાન પાસે એક સુઝુકી હાયાબુઝા બાઈક છે. આ બાઈક લાલ કલરની છે. અહીં તમને જણાવી દઈએ કે સલમાન ખાન ધણા લાંબા સમયથી સુઝુકી મોટરસાઈકલ ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસ્ડર છે. સલમાનના આ સુપર બાઈકની કિંમત 16 લાખ રૂપિયા છે. સલમાન ઉપરાંત તુષાર કપૂરની પાસે પણ એક હાયાબુસા બાઈક છે. 

સલમાન ઉપરાંત બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પણ સુપરબાઈક્સના ખૂબ શોખિન છે. સુશાંત સિંહની પાસે બીએમડબ્લ્યૂની 1300 આર બાઈક છે જે એક ક્વાઅરી ડિઝાઈનથી લેસ નેક્ડ મોટર સાઈકલ છે. આ ઉપરાંત તેણે અમુક સમય પહેલા નવી માસેરાતી ક્વાટ્રોપોર્ટ પણ ખરીદી છે.

બોલિવુડમાં સુઝુકી બાઈકના વધુ એક માલિક છે. જી હાં, અભિનેતા ઉદય ચોપડાની પાસે સુઝુકીની બેન્ડિટ 1250એસ બાઈક છે. આ બાઈક પોતાના સમયમાં એક ખૂબ સારી અને પોપ્યલુર સ્પોર્ટ્સ-ટૂરર બાઈક હતી. આ બાઈક 1255- સીસી એન્જીનથી લેસ છે જે શાનદાર 94 ન્યૂટન મીટરનું પિક ટોર્ક અને 98.4 બીએચપીનો પાવર જનરેટ કરે છે.

જોકે આ મોટરસાઈકલ હવે માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. બોલિવુડમાં પોતાના બાઈક્સ પ્રેમ માટે જાણીતા જોન અબ્રાહમ પાસે તમને લગભગ બધી મોટી પોપ્યુલર બાઈક્સ મળી જશે. જોનની પાસે સુઝુકી હાયાબુસાથી લઈને યામાહાની વી-મેક્સ જેવી બાઈક્સ છે.

Read Also

Related posts

મોતને મુઠ્ઠીમાં લઈ નદી ઓળંગી રહ્યા છે આ ગામના લોકો, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!