GSTV
Home » News » આલિયા ભટ્ટને Kiss કરવા તૈયાર નથી સલમાન ખાન, આ કારણે ડબ્બાબંધ થઇ ગઇ ‘ઇન્શાઅલ્લાહ’

આલિયા ભટ્ટને Kiss કરવા તૈયાર નથી સલમાન ખાન, આ કારણે ડબ્બાબંધ થઇ ગઇ ‘ઇન્શાઅલ્લાહ’

સલમાન ખાનના ફેન્સને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ખબર મળી કે સંજય લીલા ભણસાલનીની આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ઇન્શાઅલ્લાહ ડબ્બાબંધ થઇ ગઇ છે. પરંતુ હવે આ ફિલ્મ અભેરાઇએ ચડી જવાનું મોટુ કારણ સામે આવ્યું છે.

વર્ષ 1999માં ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ બાદ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન આ ફિલ્મની પોતાની જોડી ફરીથી જમાવવાના હતાં. તેથી દર્શકો આ ફિલ્મને લઇને ઘણાં આતુર હતાં.

તાજેતરમાં જ ખબર સામે આવી હતી કે સલમાન ખાને સંજય લીલા ભણસાલી સાથે થયેલા કોઇ મતભેદના કારણે ફિલ્મ પડતી મુકી છે. પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે સલમાન ખાને આ ફિલ્મ આલિયા ભટ્ટ સાથેના એક કિસિંગ સીનના કારણે છોડી દીધી છે.

એક અહેવાલ અનુસાર, ઉંમરમાં અંતરના કારણે સલમાન ખાને ફિલ્મની લીડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે કિસિંગ સીનના કારણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે.

જણાવી દઇએ કે સલમાન ખાન અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઇન્શાઅલ્લાહ 2020ની ઇદ પર રિલિઝ થવાની હતી. હાલ આ ફિલ્મ ડબ્બાબંધ થઇ ગઇ છે.

Read Also

Related posts

રેલવેની કાયાપલટની વાતો વચ્ચે કર્મચારીઓ જર્જરીત આવાસોમાં રહેવા મજબૂર

Nilesh Jethva

આ અભિનેત્રી સાથે એક સમયે લગ્ન કરવા ઈચ્છતો હતો સલમાનખાન, હિરોઈનનાં પિતા પાસે પ્રસ્તાવ લઈને..

pratik shah

ઈ-કોમર્સ કંપનીઓને સરકાર આપવા જઈ રહી છે ઝટકો, નહી આપી શકે ઉત્પાદનો ઉપર છૂટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!