GSTV
Bollywood Entertainment Trending

સલમાન ખાને વિકી કૌશલની ઈગ્નોર કર્યો? બોડીગાર્ડે એક્ટરને ધક્કો માર્યો, વીડિયો જોઈને જનતા દંગ રહી ગઈ!

બોલીવૂડ એક્ટર સલમાન ખાન અને વિકી કૌશલ અબુ ધાબીમાં આઈફા 2023માં હાજરી આપવા માટે તૈયારી કરી રહ્યા છે. તેમની સાથે આ ખાસ સમારોહમાં ઘણા સ્ટાર્સ હાજરી આપવાના છે. ત્યારે હવે IIFA 2023ની પ્રેસ કોન્ફરન્સમાંથી સલમાન ખાન અને વિકી કૌશલનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વિકી કૌશલને કર્યો ઇગ્નોર

આ જોઈને લાગે છે કે, સલમાન ખાન તેની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીનાના પતિ વિકી કૌશલને નજરઅંદાજ કરી રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.

શું છે વાયરલ વીડિયોમાં?

સલમાન ખાનના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાન ઘણા બોડીગાર્ડ સાથે અંદર આવી રહ્યો છે. આ દરમિયાન, વિકી કૌશલ બાજુમાં છે. વિકી કૌશલ ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો છે, આ દરમિયાન સલમાનનો કાફલો ત્યાં પહોંચી જાય છે. વિકી સલમાન સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સલમાન ખાન તેને થોડીક સેકન્ડ માટે અવગણે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે.

વિકીના હાવભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વિકીએ બીજીવાર પણ હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન સલમાન તેને લુક આપીને ત્યાંથી નીકળી ગયો.

જ્યારે સલમાન ત્યાંથી પસાર થયો ત્યારે તેના બોડીગાર્ડે વિકી કૌશલને ધક્કો મારીને સાઇડમાં કર્યો હતો. વીડિયો જોયા બાદ ચાહકોને લાગે છે કે, વિકી સાથે સામાન્ય માણસની જેમ વ્યવહાર કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો છે. કેટલાક લોકો સલમાનના વખાણ કરી રહ્યા છે તો કેટલાક વિકી સાથે આવું વર્તન કરવા બદલ સલમાન ખાનને ઠપકો આપી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, ‘ડ્યૂડ જાનથી મારી નાખવાની ધમકીઓથી એટલો ડરી ગયો છે કે, તેણે શાબ્દિક રીતે પોતાની જાતને બોડીગાર્ડ્સથી ઘેરી લીધી છે.’ જ્યારે અન્ય યુઝર લખે છે કે, ‘જો આ વિકી કૌશલ છે તો તેને કેમ સાઇડમાંથી હટાવી દેવામાં આવ્યો’.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV