GSTV

સલમાન ખાને બિગ બોસ 14 માટે વધારી અધધ ફી, હવે આ શો હોસ્ટ કરવા માટે લેશે તગડી રકમ

bigg

બિગ બોસની 13મી સિઝન અત્યાર સુધીની તમામ સિઝનમાંથી સૌથી ધમાકેદાર સિઝન રહી હતી.માત્ર પ્રેક્ષકોને જ તે ગમી હતી તેવું નથી પરંતુ ઘણા ટીવી અને બોલિવૂડ કલાકારો પણ બિગ બોસ 13 ના દિવાના બની ગયા હતા. બિગ બોસ 13ની સફળતા પછી હવે ‘બિગ બોસ 14’ની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે.

બિગ બોસ 14’ને ફરી એકવાર સલમાન ખાન જ હોસ્ટ કરશે. ‘બિગ બોસ 14’ ઓકટોબરથી શરૂ થવાની શક્યતા છે. જોકે, સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થયા છે કે આ સિઝન માટે સલમાન ખાને પોતાની ફી વધારી દીધી છે.

બિગ બોસની 14મી સીઝન માટે આટલી ફી લેશે સલમાન


સોશિયલ મીડિયા પર સલમાન ખાન વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ‘બિગ બોસ 14’ ના દરેક એપિસોડ દીઠ 16 કરોડ રૂપિયાની ફી લેશે. તેણે ‘બિગ બોસ 13’ માટે લગભગ 12 થી 14 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. કોઈપણ રીતે સલમાન ખાન દરેક સિઝનની સાથે તેની ફીમાં વધારો કરે જ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય લોકો આ સિઝનમાં ફરી એકવાર પાછા ફરશે. કારણ કે પાછલી સિઝનમાં ફક્ત સ્ટાર્સને જ પ્રવેશ મળ્યો હતો. ‘બિગ બોસ 14’ માટે જાસ્મિન ભસીન, અલીષા પવાર, આરૂશી દત્તા, આકાંક્ષા પુરી, આંચલ ખુરાના, સાહિલ ખાન અને આમિર સિદ્દીકી જેવા સ્ટાર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari

અગત્યનું/ PPF, NSC સુકન્યામાં રોકાણ કર્યુ હોય તો વાંચી લેજો, આજે સરકાર લેશે આ મહત્વનો નિર્ણય

Bansari

કંઈ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કેટલી ઓછી EMI પર મળશે મનપસંદ કાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!