GSTV
Home » News » તો હવે સલમાન ખાને શાહરૂખને આપી આ ખાસ ગિફ્ટ

તો હવે સલમાન ખાને શાહરૂખને આપી આ ખાસ ગિફ્ટ

બોલિવુડના 2 સુપસ્ટાર્સ શાહરૂખ ખાન અને સલમાન ખાનનો બ્રોમાંસ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં બોલિવુડના ‘બાહશાહ’ શાહરૂખ ખાને ‘ભાઇજાન’ સલમાન ખાનને બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી હતી. હવે ‘દબંગ’ ખાન પણ શાહરૂખ ખાનના બંને બાળકો સુહાના અને આર્યન ખાનને ખાસ ગિફ્ટ આપી છે. સલમાન ખાને સુહાના-આર્યનને બિઈંગ હ્યુમનની ઈ-સાઈકલ ગિફ્ટ કરી છે.

શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે ”તેમના ઘરે ગેટ-ટુગેધર હતુ ત્યારે સલમાન અચાનક ઘરે આવી પહોંચ્યો હતો અને તેણે શાહરૂખ તથા તેના બંને બાળકોને બિઈંગ હ્યુમનની ઈ-સાઈકલ ગિફ્ટ કરી હતી.”

આ પહેલા શાહરૂખ ખાન સલમાનને બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ કાર ગિફ્ટ કરી ચૂક્યો છે. વાસ્તવમાં શાહરૂખ ખાને સલમાનનો આભાર વ્યક્ત કરવા માટે આ કાર ગિફ્ટ કરી છે કેમકે સલમાને આનંદ એલ.રાયની ફિલ્મમાં શાહરૂખના કહેવા પર કેમિયો રોલ કર્યો છે. શાહરૂખે જણાવ્યું, ”બધુ જ પરફેક્ટ રીતે ગોઠવાઈ ગયુ. સલમાન પાસે બે ફ્રી દિવસ હતા. અને અમને સેટ બનાવવામાં દસ દિવસ લાગે તેમ હતા.” સલમાને તેની તારીખો ગોઠવીને શાહરૂખના ફિલ્મ માટે ખાસ સમય ફાળવ્યો હતો.

આ પહેલા શાહરૂખ ખાને સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’માં કેમિયો રોલ કરી ચૂક્યો છે

Related posts

લ્યો બોલો! રાખી સાવંતના નવા ધતિંગા, હનીમૂન પર એકલી જશે!

Bansari

લગ્ન પહેલાં મા બનવા જઇ રહી છે આ એક્ટ્રેસ, બેબી બમ્પના ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Wow!’

Kaushik Bavishi

સાઉથની Top એક્ટ્રેસ ફસાઇ હિમાચલમાં અને ક્રૂ પાસે બચ્યું હતું માંડ 1 દિવસનું ભોજન, આમ બચ્યો જીવ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!