GSTV
Home » News » ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરના સોંગને પ્રમોશન કરવા પર TROLL થયો સલમાન ખાન

ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરના સોંગને પ્રમોશન કરવા પર TROLL થયો સલમાન ખાન

બોલીવુડના સુલ્તાન સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય વાર નવા ચહેરાને લોન્ચ કરતા રહ્યા છે તથા તેમને તક આપતા રહ્યા છે. સલમાનને ઇસ્ડસ્ટ્રીમાં કેટલાઇ લોકોને પોતાની ટેલેન્ટ બતાવવાનો મોકો આપ્યો છે. જેમાંથી કેટલાક આજે ઇન્ડસ્ટ્રીમાં મોટી નામના ધરાવે છે.

જોકે હાલમાં જ સલમાન ખાન પોતાની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરના ગીતના ફર્સ્ટ લુકને શૅર કરતા ગીત માટે શુભેચ્છા આપી તો સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ તેને ટ્રોલ કર્યો.

અહીં તમને જણાવીએ કે સોંગમાં યૂલિયા સાથે મનીષ પોલ પણ નજર પડી રહ્યા છે. સલમાને મનીષ અને યૂલિયાના ગીતના ફર્સ્ટ લુકને શૅર કરતા  લખ્યું કે, ઓલ ધ બેસ્ટ યૂલિયા વંતૂર અને મનીષ પોલ તમારા અપકમિંગ ગીત હરજાઇ માટે.

સલમાન ખાન તરફથી કરવામાં આવેલી આ પોસ્ટ શૅર કર્યા બાદ ફેન્સે  યૂલિયા અને સલમાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કેટલાય ફેન્સ સલમાનને સલાહ આપી કે તે હવે બીજાના કરિયર બનાવવાનું બંધ કરી દે. તો કોઇએ યૂલિયાને કહ્યું કે પ્લીઝ સિંગિગ છોડીને અમારા પર રહેમ કરો.

ઘણા લોકોએ યૂલિયાની તુલના ઢિંચક પૂજા સાથે કરી નાંખી. મહત્વપૂર્ણ છે કે આ ગીતના ફર્સ્ટ લુક ટી-સીરીઝ તરફથી જાહેર કરવામાં આવ્યો છે. આ ગીતમાં યૂલિયા અને મનીષ પોલ બન્ને સાથે જોવા મળશે. ત્યારે જો સલમાન ખાનની વાત કરીએ તો તે જલ્દી રેસ 3માં જોવા મળશે. સલમાન ખાનની આ ફિલ્મ રેમો ડીસૂઝા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં જોવા મળશે.

Related posts

ટ્રમ્પ ભલે ના પાડે પણ અમેરિકાએ સ્વીકારી લીધું કે ઈરાનના હુમલામાં અમને થયું છે ભારે નુક્સાન

Arohi

રિલાયન્સની જોરદાર કમાણી : નફામાં નવો રેકોર્ડ બનાવ્યો, તો જાણો શું છે આ આંક

Arohi

અક્ષય કુમાર વૈશ્વિક સ્તરે સાબિત થયો બોક્સ ઓફિસનો કિંગ, 1000 કરોડ કમાણી કરનાર બોલિવુડનો એક માત્ર એક્ટર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!