GSTV
Gujarat Government Advertisement

સલમાન ખાને ફેન્સના દિલ તોડ્યા, લોકડાઉન અમલમાં રહેશે તો આ વર્ષે ‘રાધે’ નહીં થાય રિલીઝ

Last Updated on April 8, 2021 by Dhruv Brahmbhatt

તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ની રિલીઝ ડેટ પોસ્ટપોન થઇ શકે છે અને તેના પાછળનું કારણ છે લોકડાઉન. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે જો ઇદ પર લોકડાઉન હશે તો ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જોકે સલમાન ખાને એક ઇવેન્ટમાં જણાવ્યું છે કે ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે. સાથે જ સંકેત આપ્યા છે કે જો લોકડાઉન અમલમાં રહ્યું તો ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાને બુધવારે વીડિયો કોલ દ્વારા કબીર બેદીની બુક ‘Stories I Must Tell: The Emotional Life Of An Actor’નું કવર પેજ લોન્ચ કર્યું. આ દરમિયાન તેણે ફિલ્મ ‘રાધે’ને લઇને પણ વાત કરી. કબીર બેદીએ ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર લોન્ચ ઇવેન્ટનો વીડિયો શેર કર્યો.

આવતા વર્ષે રિલીઝ થશે સલમાન ખાનની રાધે!

ફિલ્મ ‘રાધે’ની રિલીઝ ડેટને લઇ સલમાન ખાને જણાવ્યું કે જો લોકડાઉન અમલમાં રહેશે, તો આવતા વર્ષે ફિલ્મને રિલીઝ કરવી પડશે. અમે અત્યારે પણ ‘રાધે’ને આ વર્ષે જ ઈદ પર રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો સ્થિતિ કાબૂમાં આવે છે તો ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. સાથે જ સલમાન ખાને કોવિડ-19ની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી.

કોરોનાને લઇને ચિંતા વ્યક્ત કરી

સલમાન ખાને જણાવ્યું કે આશા કરું છું કે આ મુશ્કેલભર્યા સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હશે અને માસ્ક પહેરીને જ બહાર નિકળતા હશે. ફિલ્મ ‘રાધે’ની રિલીઝ ડેટ પોસ્ટપોન થવાની સંભાવનાને લઇ હવે સલમાન ખાનના ફેન્સ દુ:ખી થયા છે. સલમાન ખાનના ફેન્સ ખૂબ જ નિરાશ થયા છે.

જોનની ફિલ્સ સાથે ટકરાશે સલમાનની ફિલ્મ

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ બોક્સ ઓફિસ પર જોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ સાથે ટકરાશે. ‘રાધે’ 13 મેના રોજ રિલીઝ થઇ રહી છે અને આ જદિવસે ‘સત્યમેવ જયતે 2’ જયતે પણ રિલીઝ થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ

Dhruv Brahmbhatt

ધો. 1 થી 8માં માસ પ્રમોશન મુજબ પરિણામપત્રક બાબતે માર્ગદર્શન આપતો પરિપત્ર શિક્ષણ વિભાગે રજૂ કર્યો

Dhruv Brahmbhatt

ડરશો નહીં/ ‘પંખો સે નહી દોસ્તો હોંસલો સે હી ઉડાન હોતી હૈ’ સિવિલ હોસ્પિટલો મોત નહીં આપે છે જીવવાની નવી આશાઓ, ત્યાં પણ તો આખરે માણસો છે!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!