સલમાન ખાન સાથે ફિલ્મ જુડવામાં કોમ કરી ચુકેલી બોલીવુડ એક્ટ્રેસ રંભાએ એક પુત્રને જન્મ આપ્યો છે. તે ત્રીજી વખત માતા બની છે. આ ગુડ ન્યૂઝ તેણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યા છે. 23 મી સપ્ટેમ્બરે ટોરેન્ટોના માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં રંભાએ એક બાળકને જન્મ આપ્યો હતો. રંભાના પતિએ અભિનેત્રીના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ ગુડ ન્યૂઝ શેર કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું કે અભિનેત્રી અને બાળક બંને તંદુરસ્ત છે.
લાંબા સમયથી રંભા હિન્દી સિનેમાથી દૂર છે. પરંતુ તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જોવા મળે છે. રજનીકાંત અને કમલ હસનની ફિલ્મોમાં કામ કર્યા પછી, તે અચાનક ચર્ચામાં આવી હતી. રંભા ડાન્સ શો અને સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
તમને જણાવી દઈએ કે , રંભાએ કેનેડિયન ઉદ્યોગપતિ ઇન્દ્રાન પથમંથન સાથે લગ્ન કર્યા છે. તેમના બે બાળકો લાયના અને સાશા છે. અને હવે તે ત્રીજી વફત એક પુત્રની માતા બની છે. થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે રંભાના તેના પતિ સાથે મતભેદો હતા અને હવે તે છૂટાછેડા માંગે છે. પરંતુ ટૂંક સમયમાં જ બંનેએ તેમનો ઝઘડો ઉકેલ્યો અને હવે તેઓ સુખીથી જીવન જીવે છે.