સલમાન ખાનની ‘દબંગ ૩’નું શૂટિંગ મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે.હવે તેને પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે નોટીસ પાઠવી છે. આ વિભાગે સલમાનને આદેશ આપ્યો હતો કે, મધ્યપ્રદેશના માંડુ સ્થિત ઐતિહાસિક જલ મહલમાં બનાવામાં આવેલા બે સેટને દૂર કરે.
નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શૂટિંગ રદ કરવું પડશે. પ્રોડકશનહાઉસને આ બાબતે પહેલાથી ચેતવણી આપવામાં આવી હતી. નોટિસના અનુસાર, ફિલ્મ ક્રુને હવા મહેલમાં સેટ બનાવીને પ્રાચીન સ્મારક અને પુરાત્તવ સ્થળ અને અવેશેષ અધિનિયમ ૧૯૫૯ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
આ ઉપરાંત ફિલ્મની ટીમ પર એ પણ આરોપ મુકવામાં આવ્યો છે, તેમણે નર્મદા નદીની નજીકના કિલ્લાની પ્રાચીન મૂર્તિને નુકસાન પહોચાડયું છે. કહેવાય છે કે, સેટ દૂરતી વખતે ત્યાંની એક પ્રાચીન મૂર્તિ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી.
આ મામલે મધ્યપ્રદેશની સાંસ્કૃતિક મંત્રી વિજયલક્ષ્મી સાધોએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યુ ંહતુ ંકે, ” જે પણ થયું તે ખોટું થયું છે. હું એ સ્થળની મુલાકાત લઇને સઘળી બીના જાણીશ. જો તે લોકોએ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાંઇ પણ ખોટું કર્યુ ંહશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સલમાન પોતાની આ ફિલ્મને ડિસેમ્બરમાં રીલિઝ કરવાનું વિચારી રહ્યો છે.
Read Also
- હાર્દિકની ઘાતક બોલિંગ / અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 168 રનથી શાનદાર જીત, ટી-20 શ્રેણી પર જમાવ્યો કબ્જો
- પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ