GSTV
Home » News » ગર્લફ્રેન્ડને લઇને પાપા સલીમે આપ્યું આ ફરમાન, સલમાન ખાને કર્યો મોટો ખુલાસો

ગર્લફ્રેન્ડને લઇને પાપા સલીમે આપ્યું આ ફરમાન, સલમાન ખાને કર્યો મોટો ખુલાસો

બોલિવુડનાં દબંગ સુપરસ્ટાર જો કોઈથી ડરતાં હોય તો તેનાં પિતા સલિમ ખાન છે જેનાં દરેક આદેશનું તમામ ખાન બ્રધર અને સિસ્ટર પાલન કરે છે. એવું જ એક ફરમાન જાણવા મળ્યુ સલમાનનાં રિઆલિટી શો માં !

સલમાન ખાન હાલ સોની પર દસ કા દમ નામનો લોકપ્રિય રિઆલિટી શો હોસ્ટ કરી રહ્યો છે. તેમાં તેણે ઓડિયંસને સવાલ પુછ્યો હતો કે ‘’કેટલાં ટકા ભારતીય કપલને જાહેર સ્થળો એ રોમાંસ કરવાં બદલ પોલિસનાં ઠપકાનો ભોગ બનવું પડે છે?”

આ સવાલ બાદ હોસ્ટ સલમાન ખાને જ કહ્યુ હતુ કે આ પ્રકારનાં કપલને જોઈ દુ:ખ થાય છે. કારણ? તેઓ ઘર પર રોમાંસ કરી શકે તેમ નથી. કારણ ઘરમાં 6થી 8 ઘરનાં સભ્યો હોય છે. તેમજ આપણાં સમાજને કારણે તેઓ હોટેલ બુક કરાવી શકતાં નથી. તેમજ જાહેર સ્થળો એ તેમને પોલિસ પરેશાન કરે છે.

માટે આ માટે અમને તો પિતા સલિમ ખાન તરફથી એ જ સુચના મળી હતી કે તમારી ગર્લફ્રેંડને લઈ જાહેર સ્થળો પર ન જાઓ. તેમને મળવા માટે ઘેર બોલાવો. તેમજ તે કહે છે કે તેની બે બહેનો માટે પણ એ જ નિર્દેશ છે. કે જો કોઈ વ્યક્તિ તમને ગમતી હોય તો તેને મળવા માટે ઘેર બોલાવો. અને તેને અમારી સાથે મળાવો. મા બાપ થી કોઈ પણ વાત છુપાવવી જોઈએ નહિ.

Related posts

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!