GSTV
Home » News » ‘ટ્યૂબલાઇટ’ જોતા ફેન્સે સલમાનની એન્ટ્રી પર થિયેટરમાં ફોડ્યા ફટાકડા, વીડિયો વાયરલ

‘ટ્યૂબલાઇટ’ જોતા ફેન્સે સલમાનની એન્ટ્રી પર થિયેટરમાં ફોડ્યા ફટાકડા, વીડિયો વાયરલ

સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ રિલીઝ થઇ ગઇ છે અને ફિલ્મે વર્લ્ડવાઇડ 160 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. ભાઇજાનના ફેન્સ ફિલ્મ માટે એટલા ક્રેઝી થઇ ગયા છે તેમને થિયેટર્સની અંદર જ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધુ હતુ.

તમને જણાવી દઇએ કે, મુંબઇના એક થિયેટરમાં ફિલ્મના શો દરમિયાન સલમાનના ફેન્સે ફટાકડા ફોડ્યા હતા અને તે વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારબાદ મોહન થિયેટરના માલિકની ફરિયાદ પર 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. માલેગાંવમાં દરેક ખાનના અલગ-અલગ ફેન ક્લબ છે. આ પહેલા આ વર્ષે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઇસ’ના શો દરમિયાન પણ ફેન્સ થિયેટરમાં ફટાકડા ફોડ્યા હતા.

સલમાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ સરખામણી તેની 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ સાથે કરવામાં આવી રહી છે. જ્યાં ‘બજરંગી ભાઇજાન’એ રિલીઝના 3 દિવસમાં 102 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી, ત્યાં અત્યાર સુધી સૌથી વધારે 5500 સ્ક્રીન્સ મળ્યા હોવા છતાં ‘ટ્યૂબલાઇટ’ 5 દિવસમાં ઇન્ડિયન બૉક્સ ઑફિસ પર 95.86 કરોડ રૂપિયા જ્યારે વર્લ્ડવાઇડ 160 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

સલમાન ખાન સ્ટારર ‘ટ્યૂબલાઇટ’માં સોહેલ ખાન, સોહેલ ખાન, ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ અને ચાઇલ્ડ આર્ટિસ્ટ માતિન રે તાંગૂ લીડ રોલમાં છે.

Related posts

ટીમ ઇન્ડિયાનો નવો અવતાર, નામ-નંબર વાળી જર્સી સાથે પહેલીવાર ટેસ્ટ રમશે ‘વિરાટ બ્રિગેડ’

Bansari

પાકિસ્તાનના ICJ જવાના નિર્ણય પર સૈયદ અકબરૂદ્દીને આપ્યો પડકાર, જ્યા ઈચ્છે ત્યાં લડવા માટે તૈયાર

Mansi Patel

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!