GSTV

SHOCKING/ સલમાન ખાનના ફેન્સે થિયેટરમાં જ ફોડી દીધા ફટાકડા, વિડીયો શેર કરતા એક્ટરે કહ્યું-પ્લીઝ એક્શન લો

સલમાન ખાન

Last Updated on November 28, 2021 by Damini Patel

સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલ ફિલ્મ ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ’ આ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મમાં સલમાન પોતાના બનેવી આયુષ શર્મા સાથે જબરદસ્ત ટક્કર લેતા જોવા મળી રહ્યા છે.આમ તો આ ફિલ્મ બનવાતી સમયે પોતે સલમાને ઉમ્મીદ કરી હશે કે સિનેમાઘરોમાં ધમાકો કરશે. પરંતુ એમણે એ નહિ વિચાર્યું હોય કે એમના ફેન્સ એમની આ મનોકામનાને પુરી કરી દેશે. હા સલમાન ખાનના ફેન્સે અસલમાં આવું કરી દીધું છે. ‘ભાઈજાન’ના કેટલાક ફેન્સે અંતિમના શો દરમિયાન સલમાન ખાનની એન્ટ્રી પર જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો અને સિનેમાઘરોની અંદર જ આકાશબાજી શરુ કરી દીધી. એમની હરકત પર પોતે સલમાન ખાનને ચિંતા થઇ ગઈ.

સલમાન ખાને જાતે શેર કર્યો વિડીયો

સલમાન ખાને પોતે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો થિયેટરની અંદરનો છે. હાલ સલમાનની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ ચાલી રહી છે. આ દરમિયાન સલમાનની એન્ટ્રી પર ઉત્સાહિત થયેલ ફેન્સે થિયેટરની અંદર જઈ આકાશબાજી નાખી. વિડીયોમાં ફટાકડાની ચિનગારી લોકો પર ઊડતી દેખાઈ રહી છે.

આ વીડિયોને શેર કરતા સલમાન ખાને લખ્યું છે કે, ‘હું મારા તમામ ફેન્સને વિનંતી કરું છું કે સિનેમા હોલની અંદર ફટાકડા ન ફોડે. તે લોકોના જીવન માટે હાનિકારક બની શકે છે. હું થિયેટર માલિકોને વિનંતી કરું છું કે સિનેમા હોલની અંદર ફટાકડા ન લઈ જવા દે અને સુરક્ષાએ આવા લોકોને ફક્ત એન્ટ્રી પોઈન્ટ પર જ રોકવા જોઈએ. ફિલ્મનો ભરપૂર આનંદ માણો પણ મહેરબાની કરીને આવી વાતો કરશો નહીં.. આભાર.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ ‘અંતિમ : ધ ફાઈનલ ટ્રુથ’ શુક્રવારે 26 નવેમ્બરે રિલીઝ થઈ છે. એક્શન, ડ્રામા અને કોમેડીથી ભરપૂર સલમાને આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું છે. ફિલ્મ વિશે અપેક્ષા મુજબ તે પહેલા દિવસે કંઈ ખાસ બતાવી શકી નથી. કમાણીની વાત કરીએ તો શરૂઆત ધીમી રહી છે. લાંબા સમયથી થિયેટરોમાં સલમાનની ફિલ્મથી સારી કમાણી થવાની આશા હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, ‘અંતિમ’ એ 4.25 થી 4.50 કરોડનું કલેક્શન કર્યું છે.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!