GSTV

જિમમાં પરસેવો પાડતો જોવા મળ્યો ભાઈજાન, દબંગ 3માં સલમાન કરશે આ છોકરાનો રોલ

Last Updated on July 2, 2019 by

બોલિવૂડનો દબંગ એક્ટર સલમાન ખાન ભારતની રિલીઝ પછી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેવા લાગ્યો છે. સલમાન ખાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમિલી સાથે તો ક્યારેક વર્કઆઉટ કરતો નવા-નવા વીડિયો અને ફોટો શેર કરે છે.

હવે સલમાને તેના નવા ફોટો અપલોડ કર્યા છે. નવા ફોટામાં તે શર્ટલેસ જોવા મળે છે. સલમાનનો આ ફોટો તેના વર્કઆઉટ પછીનો જોવા મળે છે.

સલમાને તેના નવા ફોટાને કેપ્શન આપ્યું, ‘અગર દિખના હૈ, બીટ કરના હૈ, મારના હૈ, તો મહેનત કરીને પોતાનું લેવલ વધારીને કામથી મરો. મહેનત કરવાથી સારું કંઈ નથી.’ સલમાનની ફિલ્મ દબંગ-3 આવવાની છે. ફિલ્મમાં સલમાન 20 વર્ષના છોકરાની ભૂમિકા કરી રહ્યો છે.

તેની આ ભૂમિકા માટે વજન ઓછું કરી રહ્યો છે, જેના માટે સલમાન કલાકો સુધી જિમમાં વર્કઆઉટ કરી રહ્યો છે. સલમાનની આ ફિલ્મમાં તેનો ભાઈ અરબાઝ ખાન અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. સલમાનની આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના દિવસે રિલીઝ થશે.

Read Also

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!