GSTV

સલમાન ખાને લાખો મજૂરો માટે આપ્યા આટલા કરોડ, બે મહિના સુધી ખર્ચો ઉઠાવવાનું આપ્યુ વચન

Corona

કોરોના(Corona) વાયરસ અને તેના કારણે લગાવવામાં આવેલું લોકડાઉન(Lockdown) લોખો લોકો અને ડેલી વેજ વર્કરોને ભુખ્યા મરવા માટે મજબૂર કરી દીધુ છે. પરંતુ સંકટની આ ઘડીમાં ઘણા લોકો મદદ માટે હાથ લંબાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. એવામાં ખબર આવી છે કે સલામન ખાને ઈન્ડસ્ટ્રીના ડેલી વેજ કામદારોના બેન્ક એકાઉન્ટમાં લગભગ 5 કરોડ રૂપિયા આપ્યા છે. આટલું જ નહીં, સલમાન ખાને આજની સમસ્યાઓને જોતા અવતા મહિને પણ આ ડેલી વેજ વર્કરોની જવાબદારી ઉપાડી લીધી છે.  

બોલિવુડ સ્ટાર્સ પણ આપી ચુક્યા છે આટલી રકમ

સલમાન

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોય (Fwice) લોકડાઉન બાદથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા ડેલી વેજર્સ વર્કર્સને રાહત પહોંચાડવા માટે રાશન ભેગુ કરવામાં લાગી છે. આ કામમાં તેમને મદદ કરવા માટે બોલિવુડના ઘણા સ્ટાર્સ આગળ આવી ચુક્યા છે. એક્ટર અજય દેવગણ અને નિર્દેશક રોહિત શેટ્ટી આ ડેલી વેજ વર્કરો માટે 51-51 લાખ રૂપિયાની રકમ આપી ચુકી છે. એવામાં સલમાન ખાને 25,000 ડેલી વેજ વર્કરોની જવાબદારી ઉઠાવતા તેમના બેન્ક એકાઉન્ટની જાણકારી ફિક્કી પાસે માંગી હતી. હવે ખબર આવી રહી છે કે સલમાન ખાને 16,000 મજૂરોના બેન્ક એકાઉન્ટમાં કુલ 4 કરોડ 80 લાખ રૂપિયાની રકમ નાખી પણ દીધી છે.

આટલું જ નહીં, સલમાન ખાન લોકડાઉનને ધ્યાનમાં રાખીને આવતા મહિને પણ આ કર્મચારીઓની મદદ કરવાનો છે. સલમાન ખાને વચન આપ્યું છે કે આવતા મહિને પણ તે 19,000 ડેલી વેજ વર્કરોના એકાઉન્ટમાં 5 કરોડ 70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો છે. આ હેઠળ બે મહિના સુધી તે મજૂરોનો ખર્ચ ઉઠાવશે અને કુલ 10 કરોડ 50 લાખ રૂપિયાની મદદ કરશે.

આ ઉપરાંત પીએમ કેર ફંડમાં પણ સીતારાઓ કરી રહ્યા છે દાન

જણાવી દઈએ કે લોકડાઉનના આ સમયમાં બોલિવુડના સ્ટાર સતત મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. ડેલી વેજ વર્કરો ઉપરાંત બોલિવુડના સ્ટાર્સ પીએમ-કેયર્સ ફંડમાં પણ સતત ડોનેટ કરી રહ્યા છે. જ્યાં અક્ષય કુમારે આખા 25 કરોડનું ડોનેશન આપ્યુ છે તો ત્યાં જ શાહરૂખ ખાને પોતાના દાનની રકમ જણાવ્યા વગર અલગ અલગ 7 રીતે મદદ કરી રહ્યો છે. ત્યાં આજે જ ખબર સામે આવી છે કે આમિર ખાન પોતાની આવનાર ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’માં કામ કરનાર ડેલી વેજ વર્કરોની પણ મદદ કરી રહ્યો છે.

Read Also

Related posts

વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ

Pravin Makwana

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NSUIને ટિકિટ આપવા માગ, વોર્ડ દીઠ એક ટિકિટ આપવા રજૂઆત

Pravin Makwana

ગૃહમંત્રીના મતવિસ્તારમાં લાગ્યા ‘નો એન્ટ્રી’ના પોસ્ટર્સ, રાજકીય પક્ષોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!