GSTV
Home » News » 53 વર્ષની ઉંમરે સલમાન ખાનનો ‘દબંગ’ સ્ટંટ, Videoએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

53 વર્ષની ઉંમરે સલમાન ખાનનો ‘દબંગ’ સ્ટંટ, Videoએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ભાઇજાન પાણીમાં છલાંગ લગાવી રહ્યાં છે. સલમાન જે રીતે છલાંગ લગાવી રહ્યાં છે તે કમાલ છે. સલમાનના આ સ્ટંટની ખૂબ પ્રશંસા થઇ રહી છે.

53ની ઉંમરમાં સલમાન ખાનનો આ સ્ટંટ વખાણવા લાયક છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનની ફિલ્મ સુલતાનનું સૉન્ગ ‘જગ ઘુમયા’ વાગી રહ્યું છે.

ફ્લેશબેકમાં જઇએ તો ફિલ્મ જુડવામાં પણ સલમાન ખાને આ જ સ્ટંટ પર્ફોર્મ કર્યો હતો. આ ફિલ્મ 1997માં આવી હતી. એટલે કે તે સમયે સલમાન ખાનની ઉંમર આશરે 32 વર્ષ હશે. આ હિસાબે 32થી 53 સુધીના પડાવ સુધી પહોંચ્યા બાદ ભાઇજાનની એનર્જી અને જુસ્સો યથાવત છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ રિલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ભારત બોક્સ ઑફિસ પર ઘણી હિટ રહી છે.  ફિલ્મમાં સુનીલ ગ્રોવર, જેકી શ્રોફ, તબ્બૂ, સતીશ કૌશિક અને દિશા પટણી પણ છે. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ 201 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચુકી છે. સાથે જ આ સલમાનની છઠ્ઠી ફિલ્મ છે જેણે 200 કરોડનો આંકડો પાર કર્યો છે. સલમાન ખાનની આગામી ફિલ્મની વાત કરીએ તો હાલ સલમાન ‘દબંગ 3’ અને ‘ઇન્શાઅલ્લાહ’માં વ્યસ્ત છે.

Read Also

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!