સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ “દબંગ-3″નું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયુ છે. સલમાન ખાને ખુદ સોશિયલ મીડિયા પર તેને શેર કર્યુ છે. પોસ્ટરમાં સલમાનનો ચહેરો નથી દેખાઈ રહ્યો, પરંતુ સલમાનની મસ્કુલર બોડી પર પોલીસની વર્દી દેખાઈ રહી છે. વર્દી પર સલમાનના કેરેક્ટરનું નામ ચુલબુલ પાંડે લખેલું વંચાઈ રહ્યુ છે. સલમાને પોસ્ટર શેર કરતાં લખ્યુ હતુકે, ચુલબુલ ઈઝ બેક- “દબંગ 3”. સાથે જ પોસ્ટરની સાથે સલમાને મુવીની રિલીઝ ડેટ પણ શેર કરી હતી.
Chulbul is back….. #Dabangg3 @sonakshisinha @arbaazSkhan @Nikhil_Dwivedi @PDdancing @SKFilmsOfficial pic.twitter.com/CIChltEz95
— Salman Khan (@BeingSalmanKhan) April 26, 2019
દબંગ 3 ચાલુ વર્ષે 20 ડિસેમ્બર 2019એ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ સામે આવતા જ ચર્ચાએ જોર પકડ્યુ છેકે, આ ફઇલ્મ બોક્સઓફિસ પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર “બ્રહ્માસ્ત્ર”ને ટક્કર આપશે. સલમાન ખાન ફિલ્મ દબંગ 3થી રણબીર કપૂર માટે મોટી મુશ્કેલી ઉભી કરશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” પણ 20 ડિસેમ્બર 2019એ રિલીઝ થઈ રહી છે. ત્યારે હવે સલમાન ખાન પણ પોતાની ફિલ્મ આ જ તારીખે રિલીઝ કરશે.
READ ALSO
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ
- ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે